નવી દિલ્હી
ફુલવારી શરીફ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. એનઆઈએએ આજે ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ કર્ણાટક, કેરળ અને બિહારમાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે.
એનઆઈએ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કર્ણાટક, બિહાર અને કેરળમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તપાસ એજન્સી બિહારના કટિહારમાં મોહમ્મદ નદવી અને તેની સાથે જોડાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરી રહી છે. મોહમ્મદ નદવી પીએફઆઈ સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. આ સાથે તપાસ એજન્સીની ટીમ પણ યુસુફ ટોલા સુધી પહોંચી ગઈ છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ફુલવારી શરીફ કેસમાં સૌથી મોટો દરોડા કર્ણાટકમાં પાડવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં પીએફઆઈના 16 સ્થળો પર આ કાર્યવાહી ચાલી રહી છે. બિહારના ફુલવારી શરીફમાં પીએફઆઈનો 2047 નામનો દસ્તાવેજ સામે આવ્યો છે. એનઆઈએના દાવા મુજબ દેશની સત્તા પર કબજો કરવાની યોજના આ દસ્તાવેજમાં જણાવવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાને જોતા સ્થાનિક હસનગંજ પોલીસની ટીમ અને અર્ધ સૈન્ય દળોની ટીમ કડક સુરક્ષા માટે હાજર છે.
ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળે એનઆઈએના દરોડા
Total Visiters :199 Total: 1476035