પ્રેમિકાને ચાકૂ હુલાવ્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી

Spread the love

યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, જોકે યુવકનું મોત નીપજ્યું

નવી દિલ્હી

કહેવાય છે કે એકતરફી પ્રેમનો અંત દર્દનાક હોય છે. આવા જ એકતરફી પ્રેમની ચોંકાવનારી ઘટના દિલ્હીના બેગમપુરથી સામે આવી છે. વિસ્તારમાં રહેતી યુવતીને એકતરફી પ્રેમની કિંમત ચૂકવવી પડી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બેગમપુરમાં રહેતા યુવકે એકતરફી પ્રેમમાં યુવતીને ચાકૂ મારી દીધુ અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. 

ઘટનાની માહિતી મળ્યા બાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે યુવકનું મોત નીપજ્યુ છે. પોલીસે જણાવ્યુ કે યુવક અને યુવતી બંને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતા હતા. યુવક યુવતીને પ્રેમ કરતો હતો પરંતુ યુવતીને યુવક પસંદ નહોતો જેના કારણે યુવકે યુવતીને ચાકૂ મારી દીધુ.

પોલીસે જણાવ્યુ કે શુક્રવારે 2 જૂન બપોરે લગભગ ઓફિસમાં યુવકે યુવતીને ચાકુ મારી દીધુ. જે બાદ ઓફિસમાં અફરાતફરી મચી ગઈ અને યુવતીને હોસ્પિટલ લઈ ગયા. ત્યારે યુવકે ઓફિસમાં જઈને આત્મહત્યા કરી લીધી અને તેનુ મોત નીપજ્યુ. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યુ કે યુવકનું નામ અમિત છે.

Total Visiters :170 Total: 1476315

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *