ચીને એક વર્ષમાં 60 પરમાણુ હથિયારનો વધારો કર્યો

Spread the love

આ મામલામાં તે રશિયા, ભારત અને પાકિસ્તાનથી ઘણું આગળ, હાલમાં વિશ્વમાં 12,512 પરમાણુ હથિયારો છે


વોશિંગ્ટન
ચીન તેના પરમાણુ હથિયારોના સ્ટોકમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એસઆઈપીઆરઆઈ)ના રિપોર્ટ અનુસાર ચીને છેલ્લા એક વર્ષમાં 60 પરમાણુ હથિયારોનો વધારો કર્યો છે. આ મામલામાં તે રશિયા, ભારત અને પાકિસ્તાનથી ઘણું આગળ છે.
થિંક ટેંકના રિપોર્ટ અનુસાર, હાલમાં વિશ્વમાં 12,512 પરમાણુ હથિયારો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં ફરી એકવાર પરમાણુ હથિયારો એકઠા કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વર્તમાન વિશ્વ માનવ ઇતિહાસના સૌથી ખતરનાક મોડ પર છે.
એસઆઈપીઆરઆઈના રિપોર્ટ અનુસાર દુનિયાભરના દેશોમાં બગડતા આંતરરાષ્ટ્રીય સંબંધોને કારણે પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વભરમાં અંદાજિત 12,512 પરમાણુ શસ્ત્રો છે. જેમાંથી આ વર્ષે 86 તૈયાર કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર કુલ પરમાણુ હથિયારોમાંથી 9,576 સંભવિત ઉપયોગ માટે તૈયાર છે.
છેલ્લા 1 વર્ષમાં ચીન પરમાણુ હથિયાર વધારવામાં સૌથી આગળ છે. જો કે ચીન ઉપરાંત રશિયા, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાએ પણ પોતાના પરમાણુ ભંડારમાં વધારો કર્યો છે.
ચીને આ વર્ષે 60 હથિયાર વધાર્યા છે. જ્યારે રશિયાએ 12, પાકિસ્તાને 5, ઉત્તર કોરિયાએ 5 અને ભારતે 4 હથિયાર વધાર્યા છે.રશિયા અને અમેરિકા પાસે વિશ્વના કુલ પરમાણુ હથિયારોના 90% છે. એસઆઈપીઆરઆઈના રિપોર્ટ અનુસાર રશિયા પાસે 4489 પરમાણુ હથિયાર છે.
આ યાદીમાં અમેરિકા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે છે. અમેરિકા પાસે 3708 પરમાણુ હથિયાર છે. જ્યારે ચીન પાસે 410 હથિયાર છે. ચીન પછી ફ્રાન્સ (290) અને બ્રિટન (225) છે.
થિંક ટેંકના જણાવ્યા અનુસાર, અમેરિકા અને રશિયાએ લગભગ 2,000 પરમાણુ હથિયારોને તાત્કાલિક ઉપયોગ માટે હાઈ એલર્ટ પર રાખ્યા છે, એટલે કે, આ હથિયારો મિસાઇલોમાં ફીટ કરવામાં આવ્યા છે અથવા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર પરમાણુ હથિયારોના મામલે પાકિસ્તાન ભારત કરતા આગળ છે. તેની પાસે 170 પરમાણુ હથિયાર છે. જ્યારે ભારત પાસે 164 હથિયાર છે. ઉત્તર કોરિયા પાસે 30 પરમાણુ હથિયારો છે.

Total Visiters :170 Total: 1476250

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *