મુંબઈના દરિયાકિનારે મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે
મુંભઈ
બિપોરજોય વાવાઝોડાએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી શકે છે. આ કારણે અત્યારથી જ મહારાષ્ટ્રનાં મુંબઈના દરિયાકિનારે ઊંચા મોજાઓ ઉછળતા દેખાઈ રહ્યા છે અને ધોધમાર વરસાદ પણ આવી રહ્યો છે. મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે. મુંબઈ અને પાલઘર જિલ્લામાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના પગલે મુંબઈ એરપોર્ટ પર રન વે બંધ કરાયો અને એર ઈન્ડિયાએ કેટલીક ફ્લાઈટો પણ રદ કરી છે.
આ વાવાઝોડાંનાં ખતરાને લઈને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં ગઈકાલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપતાં કહ્યું કે, આ જિલ્લાઓમાં વીજળી ભારે પવન સાથે મધ્યમ વરસાદ આવી શકે છે. રત્નાગિરી, રાયગઢ, થાણે, પાલઘર અને અન્ય આસપાસનાં વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.