ઘોઘા-હજીરા રોરો ફેરી, અંબાજી રોપવે 16 જૂન સુધી બંધ

Spread the love

16 જૂન બાદ રાજ્ય સરકારની મંજુરી બાદ ફરી શરૂ કરવામાં આવશે


ગાંધીનગર
ગુજરાતના માથે મહા વિનાશક બિપોરજોય નો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલ આ વાવાઝોડુ હવે દ્વારકાથી 290 અને પોરબંદરથી 300 કિ.મી દૂર છે. આ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભાવનગરમાં ઘોઘા-હજીરા રોરો ફેરી અને અંબાજીમાં રોપ વે સર્વિસ બંધ કરવામાં આવી છે. જે 16 જૂન બાદ રાજ્ય સરકારની મંજુરી બાદ ફરી શરૂ કરવામાં આવશે. બિપરજોય વાવાઝોડાને પગલે હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનથી રોરો ફેરી અને રોપ વે સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં કાંઠા વિસ્તારના 500 લોકોનું સ્થળાંતર કરાયું છું. જોડિયા 124, લાલપુર 100, જોડિયાના 355 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે દરિયા કાંઠાનું નિરીક્ષણ કર્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં એનડીઆરએફની 21, એસડીઆરએફ 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે.દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે.
ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે બચાવ કામગીરી માટે વધુને વધુ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફની બટાલિટન 6ની 2 ટીમોને આજે વડોદરાથી રાજકોટ મોકલવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી 3 ટીમોને મોકલવામાં આવી છે, જે પૈકી 1 ટીમને દેવભૂમિ દ્વારકા, 1 ટીમને ગાંધીધામ અને 1 ભૂજ રવાના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 18 ટીમો મોકલવામાં આવી છે.

Total Visiters :216 Total: 1476237

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *