આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે ચક્રવાત બિપરજોય માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરી

Spread the love

મુંબઈ

તીવ્ર બની રહેલા ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે મોટો ખતરો ઊભો કરી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સાયક્લોન એલર્ટ જાહેર કર્યું હતું. આગામી 12 કલાકમાં તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMD (ભારતીય હવામાન વિભાગ) એ કોઈપણ જાનહાનિને રોકવા માટે દરિયાકાંઠે માછીમારીને લગતી તમામ કામગીરી અટકાવી દીધી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીનું પાલન કરે અને જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે.

આ આગાહીના પગલે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા તેના તમામ ગ્રાહકોને પરિસ્થિતિથી માહિતગાર રહેવા, તમારી મિલકતને સુરક્ષિત રાખવા, જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાનો સંગ્રહ કરવા અને મહત્વના દસ્તાવેજો સાચવવા જેવા જરૂરી નિવારક પગલાં લેવા વિનંતી કરે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે અમે સમજીએ છીએ કે આવી કુદરતી હોનારતોથી કદી ન જોયેલા નુકસાન તથા હાનિ થઈ શકે છે. આથી, ચક્રવાત બિપરજોયને લગતા ક્લેઈમ્સની તાત્કાલિક સહાય તથા મદદ પૂરી પાડવા માટે એક સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવી છે. આ મુશ્કેલ સમયમાં ક્લેઈમ સેટલમેન્ટ પ્રોસેસ સરળતાથી થઈ શકે તે માટે માર્ગદર્શન આપવા તથા સહાય કરવા અમારી ટીમ સાતેય દિવસ અને ચોવીસે કલાક ઉપલબ્ધ છે.

Total Visiters :291 Total: 943049

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *