ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ માટે 10થી 14 જુલાઈએ પુરક પરીક્ષા

Spread the love

પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો, ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે


ગાંધીનગર
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે. 35 દિવસના વેકેશન બાદ સ્કૂલોમાં રાબેતા મુજબ અભ્યાસક્રમ પણ શરૂથઈ ગયો છે. ત્યારે ધોરણ 10 અને 12માં એક કે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે. 10થી 14 જુલાઈ દરમિયાન આ પરિક્ષા લેવામાં આવશે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધો.10 સંસ્કૃત પ્રથમા અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા સાયન્સ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમમાં એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે.
એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે. અગાઉ 5 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જો કે, સમય મર્યાદા વધારી હવે 9 જૂન સુધી કરવામાં આવી હતી.

Total Visiters :216 Total: 1476200

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *