વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે
નવી દિલ્હી
આઈપીએસ રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.
રવિ સિન્હા, 1988 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી, હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે કાર્ય કરે છે. મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિએ રવિ સિન્હાની રૉ પ્રમુખ પદ તરીકે પસંદગી કરી છે અને તેમની બે વર્ષના કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે.
Total Visiters :188 Total: 1476182