છ જુલાઈ પહેલા વિદ્યાર્થીઓને શાળા અને પરીક્ષા કેન્દ્રનો સંપર્ક કરવા સુચના
નવી દિલ્હી
ઉનાળાનું વેકેશન સમાપ્ત થઈ ગયું છે અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોની સ્કુલો ખુલી ગઈ છે અને વિદ્યાર્થીઓનું ભણતરણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્કુલો પણ ખુલી ગઈ છે. તો સીબીએસઈ બોર્ડ ધોરણ-10 અને ધોરણ-12ની સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગઈ છે. દરમિયાન સીબીએસઈ બોર્ડે ગુરુવાર 6 જુલાઈથી સપ્લીમેન્ટ્રી પરીક્ષા-2023 ઉપરાંત ધોરણ-10 અને ધોરણ-12ની પ્રેક્ટીકલ પરીક્ષાના આયોજન કરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. બોર્ડે ધોરણ-10 અને 12ની સપ્લીમેન્ટ્રી પરીક્ષા કેવી રીતે યોજાશે, આ અંગેની વિગતવાર ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સીબીએસઈની સપ્લીમેન્ટ્રી પ્રેક્ટીકલ પરીક્ષાઓ 6 જુલાઈથી 20 જુલાઈ સુધી યોજાશે.
સીબીએસઈએ માર્ગદર્શિકાની જાહેરાત કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓ/પરીક્ષાર્થિઓએ સ્કુલ/પરીક્ષા કેન્દ્રો દ્વારા અપાયેલી પ્રાયોગિક પરીક્ષાની તારીખ અને સમયની નોંધ કરવાની રહેશે તેમજ નક્કી કરાયેલા સમય પ્રમાણે પ્રેક્ટિકલ પરીક્ષા માટે રિપોર્ટ કરવાનો રહેશે.
સીબીએસઈ બોર્ડે સપ્લીમેન્ટ્રી પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓને ગાઈડલાઈન્સમાં જણાવ્યું કે, તેઓ સીબીએસઈ બોર્ડનું ધોરણ-10નું પરીણામ-2023 અથવા સીબીએસઈ બોર્ડનું ધોરણ-12નું પરીણામ-2023, 2023ની માર્કશીટ અને એડમિશન કાર્ડની એક કોપી સાથે 6 જુલાઈ પહેલા પોતાની સ્કુલો અને પરીક્ષા કેન્દ્રનો સંપર્ક કરે.
સીબીએસઈ બોર્ડ સપ્લીમેન્ટ્રી પ્રેક્ટિકલ પરીક્ષા એવા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી છે, જેમણે કોઈપણ વિષયમાં પ્રેક્ટિકલ (આરપી)માં રિપિટેશનના કારણે કમ્પાર્ટમેન્ટ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેમજ કોઈપણ વિષયમાં થિયરી અને પ્રેક્ટિકલ (આરબી)માં રિપિટેશનના કારણે કમ્પાર્ટમેન્ટ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
સીબીએસઈએ ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી
Total Visiters :201 Total: 1476339