એશિયા કપમાં ભારત-પાકની 3 સપ્ટેમ્બરે ટક્કરની શક્યતા

Spread the love

આ સપ્તાહના અંત સુધી કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે

નવી દિલ્હી

લાખો ક્રિકેટ ફેન્સ એશિયા કપ 2023ની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે. એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રૂપથી 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે રમાશે.

એશિયા કપ 2023નો પ્રારંભ 31 ઓગસ્ટથી થવાનો છે. એટલે કે આ ટૂર્નામેન્ટ માટે વધુ સમય બાકી નથી. ઘણા ક્રિકેટ ફેન્સ આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યાં છે, કારણ કે આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. બંને ટીમને એક ગ્રુપમાં રાખવામાં આવી છે. પરંતુ હજુ સુધી ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો નથી. આ વચ્ચે માહિતી સામે આવી છે કે દરેક ટીમોને ડ્રાફ્ટ શેડ્યૂલ મોકલી દેવામાં આવ્યું છે. તે પ્રમાણે ભારત અને પાકિસ્તાનની ટક્કર 3 સપ્ટેમ્બરે થઈ શકે છે. એશિયા કપ 31 ઓગસ્ટે શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે ફાઈનલ રમાશે. આ ટૂર્નામેન્ટમાં છ ટીમ ઉતરશે.

બીસીસીઆઈને એક અધિકારીએ જણાવ્યું કે અંતિમ સમયમાં કેટલાક ફેરફારને લઈને ચર્ચા ચાલી રહી છે. પ્રારંભિક શેડ્યૂલ દરેક બોર્ડને મોકલી દેવામાં આવ્યું છે. આ સપ્તાહના અંત સુધી કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે ચોમાસાને કારણે કોલંબોમાં મેચ યોજવાને લઈને સમસ્યા છે. ભારત અને પાકિસ્તાનની મેચ માટે આ વેન્યૂ યોગ્ય હતું, પરંતુ અહીં વરસાદ વિલન બની શકે છે. જાણકારી અનુસાર ભારત અને પાકિસ્તાનની મેચ દાંબુલામાં રમાઈ શકે છે.

એશિયા કપની નવી સીઝનના આયોજનની જવાબદારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળેલી છે. પરંતુ ભારતે પાકિસ્તાન પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે ટૂર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ પર કરાવવાની માંગ કરી હતી. પરંતુ પીસીબીએ તેને નકારી દીદી હતી. તેણે કહ્યું કે ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી શિફ્ટ કરવામાં આવે તો તે રમશે નહીં. તેના કારણે એશિયા કપનું આયોજન બે દેશોમાં કરવામાં આવી રહ્યું છે. શરૂઆતી ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની દરેક મેચ શ્રીલંકામાં રમશે, ફાઈનલનું આયોજન પણ ત્યાં થશે.

ટૂર્નામેન્ટની વાત કરીએ તો તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો ઉતરી રહી છે. 6 ટીમોને 2 ગ્રુપમાં રાખવામાં આવશે. ગ્રુર રાઉન્ડ બાદ ગ્રુપની ટોપ-2 ટીમો વચ્ચે સુપર-4 રમાશે. અહીં દરેક ટીમ ત્રણ-ત્રણ મેચ રમશે. ત્યારબાદ ગ્રુપની ટોપની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વનડે વિશ્વકપની તૈયારી માટે આ ટૂર્નામેન્ટ ખુબ મહત્વની છે.

Total Visiters :281 Total: 943849

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *