રાજ્યમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થશે, આજે ભરૂચ, સુરત-ભાવનગરમાં ભારે વરસાદ પડશે

Spread the love

સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં વરસાદ પડવાની આગાહી, બુધવારે અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદની સંભાવના

અમદાવાદ

અમદાવાદ સહિત રાજ્યભરમાં બુધવારથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આઈએમડીદ્વારા 17 જુલાઈથી 21 જુલાઈ સુધી 5 દિવસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30-40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

અમદાવાદ શહેર અને ગુજરાતના અન્ય ભાગોમાં બુધવારથી ભારે વરસાદ થવાની સંભાવના છે, રવિવારે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે શહેરમાં મહત્તમ તાપમાન 35સેલ્સિયસનોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7સેલ્સિયસવધારે હતું.

આગાહી મુજબ મંગળવારે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ બાદ બુધવારે નર્મદા, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદ પડશે. નોંધનીય છે કે, રવિવારે દાહોદમાં સાંજના 6 વાગ્યા સુધી 36 મીમી અને ધોલેરા અને ગરબાડામાં 31 મીમી વરસાદ નોંધાયો હતો.

18 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

19 જુલાઈ: નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

20 જુલાઈ: નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાડ પડી શકે છે.

21 જુલાઈ: સુરત, નવસારી, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. દરમિયાન સુરતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. સારોલીના ટેક્સટાઇલ હબને ખાસ કરીને ભારે ફટકો પડ્યો હતો, જેમાં કાપડ વહન કરતી ટ્રકો ટ્રાફિક જામમાં ફસાઈ હતી. પાણી ભરાવાને કારણે શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લોકોને ફરવું મુશ્કેલ બન્યું હતું. ટેક્સટાઇલ ઉદ્યોગ અને તેમની આજીવિકા પર અસર થવાના ડરથી, પાણીનો ભરાવો વધુ ખરાબ થતાં સ્થાનિકો ડરી ગયા હતા.

Total Visiters :187 Total: 903948

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *