ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 3.91 કરોડની છતરપિંડી

Spread the love

અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર હોઈ તેના બદલામાં 10 ટકાનો ભાગ આપવાની લાલચ આપી

અમદાવાદ 

શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ અને બિઝનેસ મેન સાથે થતી ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 3.91 કરોડ લઈને પરત નહીં આપી વિશ્વાસઘાત કરીને ઠગાઈ આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ધવલ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઓર્થોપેડિક ડોક્ટર તરીકે કામ કરે છે.આજથી દોઢેક વર્ષ પહેલા જૈમિન પટેલ સાથે મારી મુલાકાત સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીજી દ્વારા થઈ હતી. આ મુલાકાત બાદ અમારી વચ્ચે સારી મિત્રતા થઈ હતી. જૈમિન સાથે તેની પત્નિ અંકીતા પટેલ પણ અવારનવાર મને મળી મોટી મોટી વાતો કરીને લોભામણી સ્કીમો બતાવતા હતા. ત્યારબાદ ઓક્ટોબર-૨૦૨૨ માં જૈમિન તથા અંકીતાએ મને તેઓની ઓફીસ ખાતે મળવા માટે તેમજ અન્ય વાતચીત કરવા માટે બોલાવતા હું તેઓની ઓફીસે ગયો હતો. અંકીતા તથા જૈમિને મને  તેઓ અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવે છે અને આ પ્રોપરાયટર ફર્મમાં ફિલ્મ્સને પ્રોડયુસ કરવા તેમજ પુરી ફિલ્મ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડેલ છે. જેથી તમે ઇન્વેસ્ટ કરી પાર્ટનર બનવા માંગતા હોય તો પાર્ટનર પણ બની શકો છો અને આ ફિલ્મ્સમાં ઇન્વેસ્ટ કરશો તો તમને ફિલ્મ્સના રેવન્યુ માં 10%નો ભાગ આપવામાં આવશે. 

આ બધું કાયદાકીય રીતે કરાર કરીને કરવામાં આવશે. આવનારા 10 મહિનામાં તમે લોકો જે રકમ ઈન્વેસ્ટ કરશો તે 10% રેવન્યુ સાથે પાછી આપવામાં આવશે તેવુ જણાવ્યું હતું. પરંતુ ધવલ તથા બીજા હાજર માણસોએ શરૂઆતમાં તો ઈન્વેસ્ટ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ તેઓએ અમને ઘણો ફોર્સ કરી રેવન્યુ આપવાની લાલચ આપતા અમે વિચારવા માટે સમય માંગ્યો હતો અને તે પછી આશરે એકાદ અઠવાડિયા બાદ અંકીતા સાથે સંપર્ક થતા તેઓએ મને ઈન્વેસ્ટમેન્ટ કરવા ફરીથી વાતચીત કરેલ. જેથી મે તેઓને કેટલા રૂપિયાની જરૂરિયાત છે? તેવુ પુછતા તેઓએ આશરે રૂપિયા ત્રણ કરોડની જરૂરીયાત છે, પરંતુ તમારા થી જે વ્યવસ્થા થઈ શકતી તેટલી વ્યવસ્થા કરી ઈન્વેસ્ટ કરી શકો છો અને આ ઇન્વેસ્ટની સામે ફિલ્મ્સના રેવન્યું ના 10% નફો તમને મૂડી સાથે પાછો મળી જશે અને તમારા ઇન્વેસ્ટમેન્ટની સામે તમને સિક્યુરીટી પેટે એક એડવાન્સ ચેક તેમજ પ્રોમિસરી નોટ સહી કરી આપીશું તેવુ જણાવ્યું હતું.

ધવલે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે આ બાબતે ઘણો વિચાર વિમર્શ કર્યા બાદ અંકીતાની ઓફીસે જઈને તેઓને જણાવેલ કે હું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર નથી,પરંતુ બે મહિના માટે રૂપિયા આપી શકીશ. જેથી અંકીતાબેને તુરત જ સમય બગાડ્યા વિના મને જણાવેલ કે, તમે જે રૂપિયા આપશો એમાં પણ અમે તમને 10% ફિલ્મ્સના રેવન્યુનો નફો આપીશું અને બે મહિનામાં તમે જે રૂપિયા આપશો તે પાછા આપી દઈશું તેવુ જણાવી તેઓએ મને કેટલા રૂપીયા આપશો તેવુ પુછતા મે તેઓને 75 લાખ આવનારા 15 દિવસમાં ટુકડે ટુકડે આપીશ તેવુ જણાવ્યું હતું. ત્યાર બાદ 15 દિવસ બાદ તેમણે પોતાની બચતમાંથી તેમજ મારા મિત્રો તેમજ સગા સંબંધીઓ પાસેથી 75 લાખ ઉધારમાં મેળવીને આપ્યા હતાં.  અંકીતાએ ધવલને તેઓને આપેલ પૈસાની સામે એક પ્રોમિસરી નોટ તેમજ ઓન ક્રિએશનના નામનો 50 લાખનો ચેક આપ્યો હતો અને એક મહિનાનો સમય વીતી ગયા બાદ મે જૈમિન તથા અંકીતાને  રૂબરૂ તેમજ ફોન પર સંપર્ક કરી આપેલ રૂપિયા અંગે વાતચીત કરતા તેઓએ હજુ એક મહિનો બાકી છે તો આવનારા મહિનામાં તમને બેફીકર રૂપીયા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યાર બાદ જૈમિન તથા અંકીતાએ અલગ અલગ રકમ મળી 24 લાખ 90 હજાર ધવલની બેકમાં ટ્રાન્સફર કરી બાકીની રકમ 50.10 લાખ પાછા આપવા ન પડે તે માટે ષડયંત્ર રચીને અંકીતાએ  સુસાઇડ કરવાનું નાટક કરેલ અને તે સુસાઇડ નોટ પણ મને વોટ્સ એપ માં મોકલેલ અને જૈમિને તેની પત્ની અંકીતા ગુમ થઈ ગયેલ છે તેવી જાણવા જોગ ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યાર બાદ જૈમિન તથા અંકીતાએ જે પ્રોપરાયટર ફર્મ બનાવેલ છે તેમાં ફિલ્મ્સ વિગેરેનું કોઈ જ કામકાજ થતું ન હોવાનુ અને ખોટી ખોટી ફર્મ બનાવી મારા ઉપરાંત અન્ય વ્યક્તિઓ પાસેથી 30 લાખ મળી કુલ 3.91 કરોડ મેળવી તેઓને પણ આ પૈસા પરત નહી આપેલ હોવાનુ જાણવા મળ્યું હતું. 

Total Visiters :136 Total: 903873

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *