વડાપ્રધાન રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કરશે

Spread the love

પીએમમોદીની મુલાકાત દરમિયાન ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ મળવાની અપેક્ષા

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 27 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે  28 થી 30 જુલાઈ સુધી ચાલશે.

આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાત લેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું  લોકાર્પણ કરશે. કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. 

આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહેશે. પીએમમોદીની મુલાકાત દરમિયાન ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઈએસએમ) ને નવી ગતિ મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને વિકાસની અનેક ભેટો આપશે. જેમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની ગાંધીનગર મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Total Visiters :113 Total: 915310

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *