રેલવેનો આ નિયમ દરેક ટ્રેનોમાં લાગુ પડશે, જે ટ્રેનમાં ઊંઘવાની વ્યવસ્થા હોય છે
નવી દિલ્હી
જો તમે પણ રેલવેમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રેલવે દ્વારા હવે ઊંધવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા રેલવે મુસાફરો વધુમાં વધુ 9 કલાક ઊંઘી શકતા હતા, પરંતુ હવે 8 કલાક જ ઊંઘી શકશે. આ પહેલા મુસાફરો એસી કોચ અને સ્લીપર કોચમાં રાતના 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જ ઊંઘવાની પરવાનગી હતી. પરંતુ હવે રેલવે દ્વારા આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા હવેથી નવો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. એટલે કે ઊંઘવાનો સમય ઘટાડીને 8 કલાક કરવામાં આવ્યો છે. અને રેલવેનો આ નિયમ દરેક ટ્રેનોમાં લાગુ પડશે, જે ટ્રેનમાં ઊંઘવાની વ્યવસ્થા હોય છે.
આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કે જેથી કરીને યાત્રાળુઓ સારી ઊંઘ કરી શકે. રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઊંઘવાનો સમય બેસ્ટ માનવામાં આવે છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ નવા નિયમનું પાલન કરશો. આ બાબતે માહિતી આપતા અધિકારીએ કહ્યુ કે લોઅર બર્થમાં મુસાફરી કરતાં યાત્રાળુઓ ઘણા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા. જેમા ઘણા લોકો ઘણી મોડા સુધી ઊંઘતા રહેતા હતા. અને તેના કારણે નીચેની સીટવાળા લોકો હેરાન થતા હતા. અને તેના કારણે ઘણીવાર મુસાફરો વચ્ચે ઝઘડા થતા હતા.
રેલવે દ્વારા આ આપવામાં આવેલ આ નવા નિયમનું પાલન કરવું જરુરી છે. જેમા હવેથી નવો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. એટલે કે ઊંઘવાનો સમય ઘટાડીને 8 કલાક કરવામાં આવ્યો છે. અને રેલવેનો આ નિયમ દરેક ટ્રેનોમાં લાગુ પડશે. અને જો તમે આ નિયમ પાલન કરવામાં ભૂલ કરશો તો તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.