શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નિકળી, ત્રણને ઝાડા ઉલટી

Spread the love

આ ભોજન શહેરના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે


અમદાવાદ
શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એએમસીની હોસ્પિટલોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ હોસ્પિટલો ભલે નવી નકોર બનાવીને દર્દીઓને સેવાઓ પુરી પાડવાની ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે. શહેરની શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનની થાળીમાંથી ગરોળી નીકળતાં ફફડાટ ફેલાયો છે. આવું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલ્ટી થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપવામાં આવે છે. આ ભોજન શહેરના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં બેદરકારી સામે આવી છે. દર્દીના ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગનીદાળમાં મરેલી ગરોળી નીકળતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ પ્રકારનું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા અને ઉલ્ટીની અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રકારની બેદરકારીથી તંત્ર દ્વારા દર્દીઓના જીવન સાથે ચેડાં કરાયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
દર્દીઓનું ભોજન એસવીપી હોસ્પિટલમાં તૈયાર થઈને શારદાબેન હોસ્પિટલમાં લાવવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રિન્સ ભાજીપાવ કોર્નર નામની રેસ્ટોરાંમાં પરિવાર સાથે યુવક જમવા માટે ગયો હતો.ત્યારે સલાડમાંથી ઈયળ નીકળી હતી. ઈયળ નીકળતાની સાથે જ યુવકે ત્યાંના સ્ટાફને બોલાવ્યો હતો. જેથી સ્ટાફ દ્વારા સોરી કહી અને માફી માંગી લીધી હતી. યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને જાણ કરી હતી. ઈયળ નીકળી હોવા અંગેનો તેણે વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં પણ મૂક્યો હતો.તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનના ફૂડ વિભાગના અધિકારીને મોકલી આપ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા તે દિવસે કાર્યવાહી કરવાની જગ્યાએ બીજા દિવસે સવારે ત્યાં તપાસ કરી હતી અને કોઈપણ પ્રકારની અનહાઇજનિક વસ્તુ મળી આવી નહોતી. જેથી માત્ર રૂપિયા 12 હજારનો દંડ કરીને નોટિસ આપવામાં આવી હતી.

Total Visiters :126 Total: 945259

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *