રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે, કોર્ટે રામ રહીમને સિરસા ડેરામાં જવાની પરવાનગી આપી નથી
નવી દિલ્હી
દુષ્કર્મ અને હત્યાનાં ઢગલાબંધ આરોપમાં જેલમાં સજા કાપી રહેલા જાણીતા સંત અને ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહિમે ફરી એકવાર 30 દિવસની પૈરોલ મળી છે. થોડા સમય બાદ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે.
કોર્ટે રામ રહીમને સિરસા ડેરામાં જવાની પરવાનગી આપી નથી. ફરી એકવાર તેમને યુપીના બાગપત સ્થિત બરનવા આશ્રમમાં રહેવું પડશે. જેના કારણે બરનવા આશ્રમની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સિરસાથી ઘોડા અને ગાયો લાવવામાં આવી છે. સજા દરમિયાન રામ રહીમને મળેલી આ સાતમી પૈરોલ છે.
રામ રહીમને કેટલી વાર પેરોલ મળી?
રામ રહીમને આ વર્ષે જાન્યુઆરીમાં 40 દિવસની પેરોલ મળી હતી.
• રામ રહીમને તેની બીમાર માતાને મળવા માટે 24 ઓક્ટોબર 2020ના રોજ પ્રથમ વખત એક દિવસનો પેરોલ આપવામાં આવ્યો હતો.
• બીજી વખત 21 મે 2021ના રોજ તેની બીમાર માતાને ફરી એક દિવસ માટે મળવા માટે પેરોલ આપવામાં આવ્યો હતો.
• 7 ફેબ્રુઆરી, 2022ના રોજ ત્રીજી વખત રામ રહીમને 21 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો.
• ચોથી વખત, જૂન 2022ના રોજ, એક મહિના માટે પેરોલ આપવામાં આવ્યો હતો.
•ઓક્ટોબર 2022ના રોજ પાંચમી વખત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો.
• છઠ્ઠી વખત, 21 જાન્યુઆરી, 2023 ના રોજ, રામ રહીમને ફરીથી 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો.