હું કોઈના દબાણની આગળ ઝુકતો નથી, હું કોઈની શરણમાં નહીં જઉ, હું જીતવા સુધી લડતો રહીશ, લોકતંત્ર હાઈજેક થઈ રહ્યું છે, દેશને બચાવવા માટે જ ‘ઈન્ડિયા’ ગઠબંધન તૈયાર થયું છેઃ ઠાકરે
મુંબઈ
મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં જ અજિત પવાર સહિત એનસીપી ધારાસભ્યોએ બળવો કરી શિંદે-ફડણવીસ સાથે ગઠબંધન કરી રાજકારણમાં હડકંપ બચાવી દીધો હતો… અજિત પવારે સત્તાધારી ટીમમાં સામેલ થઈ શરદ પવાર સામે દુશ્મનીભર્યું પગલું ભર્યું છે. અજિત ટીમે રાજ્ય સરકારને સમર્થન આપ્યા બાદ દેશભરમાં મહારાષ્ટ્ર રાજકારણ ચર્ચાનો વિષય બની ગયો હતો. જોકે રાજકારણમાં વધુ ભડકો ત્યારે સામે આવ્યો જ્યારે અજિત પવાર સહિત તમામ ધારાસભ્યોએ શરદ પવાર સાથે મુલાકાત કરી અને તેમનો આશીર્વાદ મેળવ્યા… જોકે હવે મુખપત્ર ‘સામના’માં અજિત પવાર ટીમની શરદ પવાર સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરાયો છે.
અજિત પવાર અને શરદ પવારની ભૂમિકા પર વિપક્ષી દળોએ પણ વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે મુખપત્ર ‘સામના’માં આપેલા ઈન્ટરવ્યૂમાં આવો સવાલ પૂછ્યો… તો આ સવાલનો જવાબ ઉદ્ધવ ઠાકરેએ ખુબ જ ઉગ્રતાપૂર્વક આપ્યો… ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે, શું મંત્રી પદની શપથ લેવી અને એનસીપીનાં ફાટા પાડ્યા બાદ શરદ પવારનો આશીર્વાદ લેવા ગયા હતા. તો ઠાકરેએ જવાબ આપતા કહ્યું કે, શિવસેના છોડનારા ગદ્દારોની મારી પાસે આવવાની હિંમત થઈ નથી…. તેઓમાં કોઈ સાહસ નથી… તે લોકો મારા સ્વભાવને જાણે છે… તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સારી રીતે જાણે છે કે, શિવસેનાની વિચારધારા બાલાસાહેબની વિચારધારા છે.
ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારની ટીકા કરતા કહ્યું કે, અજિત પવારનો અભિપ્રાય ખુબ જ ખરાબ છે, કારણ કે જેની પાસેથી આપણે બધુ લઈએ છીએ, તેમના વિશે આવા નિવેદન કરવા આપણી સંસ્કૃતિને અનુરુપ નથી… મને તેમનું નિવેદન ‘આશિર્વાદ કોના લેવા છે’ પસંદ ન આવ્યું… ઠાકરેએ વધુમાં કહ્યું કે, જો તમે સંમત નથી તો કહો કે તમે શા માટે સંમત નથી. આ ઉંમરે પણ, મને વિશ્વાસ નથી કે, તમે તે લોકો સાથે આ રીતે વાત કરશો જેમણે તમને બધું આપ્યું… માત્ર અજિત પવાર જ નહીં, પરંતુ જે લોકો પોતાના સ્વાર્થ માટે જવા માંગે છે.
ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ મુખપત્ર ‘સામના’માં ખુલીને વાત કરતા જણાવ્યું કે, અમારા મગજમાં મસ્તી નહીં, આત્મવિશ્વાસ છે. આ જ આત્મવિશ્વાસ 2024માં તાનાશાહીને હરાવશે… ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ… આ જ ભાજપના સાચા સહયોગી પક્ષો છે… તેમનો ડર દેખાડી વિરોધ પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. આ સારા સંસ્કારના લક્ષણ નથી… આવું કહીને ઉદ્ધવ ઠાકરેએ દ્રઢતાપૂર્વક કહ્યું કે, હું કોઈના દબાણની આગળ ઝુકતો નથી…. હું કોઈની શરણમાં નહીં જઉ… હું જીતવા સુધી લડતો રહીશ… લોકતંત્ર હાઈજેક થઈ રહ્યું છે…. દેશને બચાવવા માટે જ ‘ઈન્ડિયા’ ગઠબંધન તૈયાર થયું છે.