ભૂકંપનું કેન્દ્ર 129 કિ.મી.ની ઊંડાઇ પર હતું, ભૂકંપને કારણે જાનમાલના નુક્સાનના હાલ કોઇ સમાચાર આવ્યા નથી
શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ગુલમર્ગમાં આજે સવારે એટલે કે શનિવારે ભૂકંપના તીવ્ર ઝાટકા લાગ્યા હતા. રિ્ક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે 8.36 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 129 કિ.મી.ની ઊંડાઇ પર હતું. ભૂકંપને કારણે જાનમાલના નુક્સાનના હાલ કોઇ સમાચાર આવ્યા નથી.
જાણકારી માટે કે 3 ઑગસ્ટના રોજ વહેલી સવારે આંદામાન અને નિકોબાર ટાપુોમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 મેગ્નિટ્યૂડની માપવામાં આવી હતી. ત્યાર બાદ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે આ ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો હતો, જેનું કેન્દ્ર 61 કિ.મી.ની ઊંડાઇ પર હતું.
નોંધનીય છે કે આંદામાન-નિકોબાર ટાપુઓ સુધી વિસ્તરેલો આલ્પાઇન-હિમાલય સિસ્મિક બેલ્ટ ભૂકંપની દ્દષ્ટિએ સૌથી સક્રિય પટ્ટો માનવામાં આવે છે અને આ દ્વીપસમુહ પર વારંવાર ભૂકંપ આવે છે.