હું કોઈ પણ રીતે ઈચ્છું છું કે ભારત જાઉ અને હું ત્યાં જઈ શકું છું, હું દરેક પડકારનો સામનો કરી શકું છું, હું ત્યાંની મીડિયાને જવાબ આપવા માગું છુઃ અંજુ
ઈસ્લામાબાદ
ભારતથી વિઝા લઈ પાકિસ્તાન પહોંચેલી અંજુ ફરી એકવાર સ્વદેશ પરત ફરવા માગે છે. ભારતની અંજુ ખૈબર પખ્તુન્વાથી પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી. શરૂઆતમાં તે કહી રહી હતી કે એ અહીંયા માત્ર ફરવા માટે આવી છે. પરંતુ બાદમાં એવી તસવીર સામે આવી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. આ સિવાય અંજુએ ધર્મ પરિવર્તન કરી લીધું છે અને પોતાનું નામ બદલીને ફાતિમા કરી લીધું છે. આટલું જ નહીં તે તો પોતાના બાળકોને પણ ત્યાં પાકિસ્તાન બોલાવવા માગતી હતી અને તેની સાથે જ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે અંજુને ત્યાં મજા ન આવી રહી હોય તેમ લાગે છે અને તે ત્યાં દુઃખી છે.
બીસીસી પાકિસ્તાનના રિપોર્ટ પ્રમાણે, અંજુએ કહ્યું છે કે… પાકિસ્તાનમાં બધી વસ્તુ પોઝિટિવ છે. તે ત્યાં કોઈ પ્લાનિંગથી ગઈ હતી. પરંતુ તેણે જે વિચાર્યું હતું તેનાથી કંઈક અલગ જ થઈ ગયું. તેનાથી કોઈને કોઈ ભૂલ થઈ. કારણ કે, ત્યાં જે કંઈ થયું તેના કારણે ભારતમાં રહેતા પરિવારને ખૂબ અપમાનિત થવું પડ્યું. આ બધા માટે તે પોતે જવાબદાર હોવાની વાત પણ તેણે સ્વીકારી અને કહ્યું કે, તે દુઃખી છે. બીજું એ કે, તેના બે બાળકો છે અને તેમના મનમાં હવે મા માટે કેવી છબી હશે તે વાતની પણ તેને ચિંતા છે.
અંજુએ આગળ કહ્યું કે, ‘હું કોઈ પણ રીતે ઈચ્છું છું કે ભારત જાઉ અને હું ત્યાં જઈ શકું છું. હું દરેક પડકારનો સામનો કરી શકું છું. હું ત્યાંની મીડિયાને જવાબ આપવા માગુ છું. મારી પાસે તેમના દરેક સવાલના જવાબ છે. હું તેમને જણાવીશ કે મારી સાથે કોઈ બળજબરી કરવામાં આવી નથી. મને સારી રીતે રાખવામાં આવી છે. આ મારો પોતાનો નિર્ણય હતો. માત્ર હું મીડિયાના પ્રેશરના લીધે જલ્દી પરત જઈ શકી નથી. મારે એકવાર મારા બાળકોને મળવું છું, કારણ કે તેમને હું દિવસ-રાત યાદ કરી રહી છું’.
અંજુના વિઝા 20 ઓગસ્ટે ખતમ થઈ રહ્યા છે ત્યારે પહેલા તેવા રિપોર્ટ્સ હતા કે, તે પોતાના પ્રેમી નસરુલ્લાહ સાથે ઈસ્લામાબાદ વિઝાને આગળ વધારવાની અરજી આપવા ગઈ હતી. પહેલા તેના વિઝા બે મહિના આગળ વધારવામાં આવ્યા હોવાની ખબર હતી, બાદમાં એક વર્ષ વધાર્યા હોવાની પણ વાત હતી. જો કે, નસરુલ્લાહે કહ્યું હતું કે, તેમણે વિઝા આગળ વધારવા માટેની અરજી કરી છે, પરંતુ વિઝાને આગળ વધારવામાં આવ્યા નથી. આ સિવાય અપર દીર પોલીસે પણ કહ્યું હતું કે, તેમની પાસે હજી સુધી તેવા કોઈ ડોક્યુમેન્ટ આવ્યા નથી કે કહી શકાય કે અંજુના વિઝાને એક્સટેન્શન મળ્યું છે.