એશિયાકપ-વન-ડે વર્લ્ડ કપ મોબાઈલ એપ પર ફ્રી જોઈ શકાશે

Spread the love

ડિઝની+હોટસ્ટારએ એક ઝુંબેશ શરૂ કરીને માર્કેટિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યું છે, જે મોબાઈલ પર ‘ફ્રી સ્ટ્રીમિંગ’ પર ભાર મૂકે છે, જેના માટે માત્ર ડિઝની+હોટસ્ટાર એપની જરૂર રહેશે


નવી દિલ્હી
ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટારએ એશિયા કપ 2023 અને વનડે વર્લ્ડ કપ જેવી બે મહત્વપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે મોબાઇલ યુઝેર્સને ફ્રી સ્ટ્રીમિંગ આપવાની તૈયારી દર્શાવી છે. એશિયા કપ ટુર્નામેન્ટ શરૂ થવામાં માત્ર 9 દિવસ બાકી છે, જ્યારે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે.
વર્ષોથી ઓટીટી સર્વિસ પ્રોવાઈડર ડિજિટલ યુઝર્સમાં વધારો કરવા માટે ઘણી અલગ અલગ માર્કેટિંગ સ્કીમ્સ લાવતા રહ્યા છે. જેમાંથી ઘણી સ્કીમ્સ ખૂબ જ સારી રહે છે. રસપ્રદ વાત એ છે કે, ડિઝની+હોટસ્ટારએ એક ઝુંબેશ શરૂ કરીને માર્કેટિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યું છે, જે મોબાઈલ પર ‘ફ્રી સ્ટ્રીમિંગ’ પર ભાર મૂકે છે. જેના માટે માત્ર ડિઝની+હોટસ્ટાર એપની જરૂર રહેશે.
ડિઝની+હોટસ્ટારની તાજેતરની જાહેરાત મુજબ, મોબાઇલ એપ્લિકેશન પર ટૂર્નામેન્ટનું સ્ટ્રીમિંગ ફ્રીમાં થશે. તેમજ તમે બીગ સ્ક્રીન પર પણ મેચનો આનંદ લઈ શકશો, પરંતુ આ માટે તમારે ડિઝની+હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે.
2023ના એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એમ 6 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં 6 ટીમોને ત્રણ-ત્રણના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક ગ્રુપની ટીમો એક બીજા સાથે સિંગલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ફોર્સમાં આગળ વધશે, જ્યાં ચાર ટીમો એક રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે. સુપર ફોર સ્ટેજ પછી ટોચની બે ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

Total Visiters :124 Total: 943969

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *