સા. આફ્રિકા સામે 200 બોલ બાકી રહેતા ભારતનો બીજો મોટો વિજય

Spread the love

આ પહેલા ભારતીય ટીમની સૌથી મોટી જીત આ જ વર્ષમાં કોલંબોમાં શ્રીલંકા સામે મળી હતી, જ્યારે ભારતે 263 બોલ બાકી રહેતા મેચ જીતી હતી

ડરબન

સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટી20આઈ સિરીઝ ડ્રો કરાવ્યા બાદ વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ગઈકાલે સાઉથ આફ્રિકાને તેના જ ઘરઆંગણે 200 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. ટોસ જીતીને એડન માર્કરમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતે 100 બોલમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચ જીતીને ભારતે વન-ડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતની જીત સાથે કેટલાંક રેકોર્ડ પણ બન્યા હતા.

ગઈકાલે રમાયેલી મેચમાં ભારતીય ટીમની કપ્તાની કે.એલ રાહુલના હાથોમાં હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ આ ભારતની સતત દસમી જીત હતી. આ ઉપરાંત ગઈકાલે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ પિંક જર્સીમાં ઉતરી હતી અને પિંક વનડે મેચમાં જીત નોંધાવનાર કે.એલ રાહુલ ભારતનો પહેલો કેપ્ટન બની ગયો છે.

ભારતીય ટીમે આ મેચમાં ચોથી સૌથી મોટી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાને 200 બોલ બાકી રહેતાં હરાવ્યું હતું, જે બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતીય ટીમની સૌથી મોટી જીત આ જ વર્ષમાં કોલંબોમાં શ્રીલંકા સામે મળી હતી, જ્યારે ભારતે 263 બોલ બાકી રહેતા મેચ જીતી હતી.

સાઉથ આફ્રિકાની ભારત સામે સૌથી મોટી હાર થઇ હતી. સાઉથ આફ્રિકાને વનડે ઈતિહાસમાં વર્ષ 2008માં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ બોલ બાકી રહેતા હારની સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 215 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. તે પછી હવે ભારતીય ટીમે પણ સાઉથ આફ્રિકાને 200 બોલ બાકી રહેતા હરાવ્યું હતું.

સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચમાં સાઈ સુદર્શનને ડેબ્યુ કરવાની તક મળી હતી. તેણે ડેબ્યુ મેચમાં કમાલ કરી હતી. તેણે અણનમ 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તે ડેબ્યુ વનડે મેચમાં ફિફ્ટી ફટકારનાર 17મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ સાથે જ ભારત માટે ચાર બેટ્સમેનોએ ઓપનર તરીકે ડેબ્યુ વનડે મેચમાં ફિફ્ટી ફટકારી છે.

રોબિન ઉથપ્પા – 86 રન વિ. ઈંગ્લેન્ડ, 2006

કે.એલ રાહુલ – 100* રન વિ. ઝિમ્બાબ્વે, 2016

ફૈઝ ફઝલ – 55* વિ. ઝિમ્બાબ્વે, 2016

સાઈ સુદર્શન – 55* વિ. સાઉથ આફ્રિકા, 2023

Total Visiters :81 Total: 926040

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *