પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

Spread the love

મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો


નવી દિલ્હી
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે 28 દળો દ્વારા રચાયેલા ઈન્ડિયા ગઠબંધનમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી. ત્યારે આ સૌની વચ્ચે મમતા બેનર્જીએ સૌને ચોંકાવતા અને ગઠબંધનના સાથીઓને મોટો ઝટકો આપતાં કહ્યું છે કે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ‘એકલા ચાલો રે…’ નીતિ અપનાવશે. તે કોઈની સાથે ગઠબંધન નહીં કરે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો હતો. જેમાં તેમણે ઈન્ડિયા ગઠબંધનને ઝટકો આપતાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધ લડશે જોકે બંગાળમાં હું એકલી ભાજપ વિરુદ્ધ લડીશ. ન તો અમે કોંગ્રેસ કે ન તો ડાબેરીઓ સાથે સમજૂતી કરીશું.
સીએમ મમતા બેનર્જીએ સીએએ મુદ્દે ભાજપને આડેહાથ લેતાં કહ્યું કે દરેક લોકસભા ચૂંટણી પહેલા મતુઆ સમુદાયના વોટને આકર્ષિત કરવા માટે આ મુદ્દો ઉછાળવામાં આવે છે અને આ ભાજપની એક ચાલ છે. મતુઆ સમુદાયને સંબોધતાં મમતા બેનર્જીએ કહ્યું કે 1971 સુધી બાંગ્લાદેશથી બંગાળ આવેલા મતુઆ સમુદાયના લોકો ભારતના નાગરિકો છે. જો તે આ દેશના નાગરિક નથી તો તમને મફત રેશન, સ્વાસ્થ્ય સાથી, પાનકાર્ડ, આધારકાર્ડ કેવી રીતે મળી રહ્યા છે?

Total Visiters :128 Total: 1473767

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *