સશક્ત ભારતીય કોર્પોરેટ – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈઆરએમ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ રિપોર્ટ રિસ્ક મેનેજમેન્ટનું મહત્વ દર્શાવે છે

Spread the love
  • લગભગ ત્રીજા ભાગના ઉત્તરદાતાઓ પાસે જાણીતા ટોચના જોખમોનો સામનો કરવા માટે કોઈ ઉકેલ અથવા વીમો નથી

મુંબઈ

ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય કોર્પોરેટ જગતના રિસ્કની બાબતે અમૂલ્ય ઇનસાઇટ પૂરી પાડવા માટે એક્સક્લુઝિવ જોઇન્ટ રિપોર્ટ રિલીઝ કરવા માટે 140 દેશોમાં એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (ઈઆરએમ) એક્ઝામિનેશન્સ માટે વિશ્વની અગ્રણી પ્રમાણિત સંસ્થા આઈઆરએમ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટ) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગ માત્ર એક રિપોર્ટ રજૂ ન કરતાં ભારત કોર્પોરેટ જગતના રિસ્ક મેનેજમેન્ટ ક્ષેત્રના ઊંડે સુધી ઊતરે છે. તે વ્યવસાયો માટે આગળની અણધારી મુસાફરીમાં આગળ વધવા માટેનો માર્ગ સૂચવે છે. રિપોર્ટમાં માત્ર ઇનસાઇટ જ નહીં પરંતુ વ્યવહારિક વ્યૂહરચનાઓ પણ રજૂ કરવામાં આવી છે, જે આગામી દાયકામાં તકોનો લાભ લેવા માટે જરૂરી સ્થિતિસ્થાપકતા સાથે ભારતીય કોર્પોરેટ જગતને સશક્ત કરવા માટે બનાવવામાં આવી છે. તેની વિશિષ્ટતા સમગ્ર રિસ્ક જર્નીના તેના વ્યાપક કવરેજમાં રહેલી છે.

આ રિપોર્ટ વૈશ્વિક સ્તરે અને ભારતમાં ટૂંકા ગાળાના અને મધ્ય-ગાળાના જોખમોની સંપૂર્ણ તપાસ કરીને શરૂઆત કરે છે અને રિસ્ક આઈડેન્ટિફિકેશનના મહત્વપૂર્ણ તબક્કામાં ઊંડે ઉતરે છે. ભૂતકાળની ઘટનાઓ જેના લીધે ઇન્શ્યોરન્સ ક્લેઇમ્સ થયા હોય તેનો અભ્યાસ કરીને વ્યવહારિક બોધ રજૂ કરે છે. સજ્જતાની જરૂરિયાત પર ભાર મૂકતા, રિપોર્ટ સંસ્થાઓને જોખમો અને તેમના મેચ્યોરિટી લેવલ્સનું મૂલ્યાંકન કરવા જણાવે છે. આખરે, રિપોર્ટ ભારતીય કોર્પોરેટ જગતની રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક કાર્યવાહી કરવા યોગ્ય, આવશ્યક માર્ગદર્શિકા પૂરી પાડે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટ સોલ્યુશન ગ્રૂપના ચીફ શ્રી સંદીપ ગોરાડિયાએ જણાવ્યું હતું કે, “આ રિપોર્ટ પરંપરાગત માહિતી કરતાં કંઈક સવિશેષ રજૂ કરે છે. તે એક વ્યૂહાત્મક માર્ગદર્શિકા પૂરી પાડે છે, એક ટૂલકીટ જે સશક્તિકરણ સાથે જોડાયેલી છે. તે માત્ર જોખમોને સમજવા વિશે જ નથી, તે ભારતીય કોર્પોરેટ જગતને રિસ્ક મેનેજમેન્ટ માટે ગહન જ્ઞાન સાથે સજ્જ કરવા વિશે છે. જેમ જેમ આપણે નવા વર્ષની નજીક આવીએ છીએ, તેમ તેમ આ રિપોર્ટ આપણને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે, જે જટિલતામાં સ્પષ્ટતા પ્રદાન કરે છે અને વિકસતા જોખમો વચ્ચે આત્મવિશ્વાસ જગાડે છે. તે આપણો સહાયક છે, જે આપણને એવા ભવિષ્ય તરફ દોરી જાય કરે છે જ્યાં જોખમો અવરોધો નથી પરંતુ સફળતા તરફની સીડી છે, જે આપણને આંતરદ્રષ્ટિ, અગમચેતી અને અતૂટ આત્મવિશ્વાસ સાથે અનિશ્ચિતતાઓથી આગળ વધવામાં મદદ કરે છે.”

આઈઆરએમ ઈન્ડિયા એફિલિએટના સીઈઓ શ્રી હર્ષ શાહે જણાવ્યું હતું કે, “વ્યાવસાયિક નિપુણતા અને ઇન્શ્યોરન્સ ઈન્ટેલિજન્સ વચ્ચેના સહજીવન સંબંધથી ક્ષિતિજ પરના વિવિધ પ્રકારના જોખમોનું વ્યાપક એક્સપ્લોરેશન થઈ શકે છે. આ રિપોર્ટ ભવિષ્યના જોખમની થીમ્સ પર ધ્યાન આપે છે જે આપણા વિશ્વને આકાર આપવાની છે, જેમાં સાયબર જોખમો અને ટેક્નિકલ વિક્ષેપોથી લઈને આબોહવા પરિવર્તન, ભૌગોલિક રાજકીય તણાવ અને સામાજિક પરિવર્તનની વાસ્તવિકતાઓનો સમાવેશ થાય છે. ઈઆરએમ ક્વોલિફિકેશન માટે વિશ્વની અગ્રણી પ્રમાણિત સંસ્થા તરીકે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે સહયોગમાં અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યના જોખમો અને તકો પર પ્રકાશ પાડીને, અમે સ્થિતિસ્થાપક આત્મનિર્ભર ભારત બનાવવાના લાંબા ગાળાના વિઝન માટે સક્રિય વ્યૂહરચનાઓને પ્રેરણા આપી શકીએ છીએ અને વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમાજમાં સજ્જતાની સંસ્કૃતિ કેળવી શકીએ છીએ.”

મુખ્ય આંતરદ્રષ્ટિ વૈશ્વિક સંસ્થાઓ અને ભારતીય સમકક્ષો વચ્ચે જોખમની ધારણા અને સજ્જતામાં આવશ્યક અસમાનતા દર્શાવે છે –

આજના કોર્પોરેટ લેન્ડસ્કેપમાં જોખમને જાણો અને સમજો

· જોખમને યોગ્ય ધારણા સાથે જુઓ: વૈશ્વિક સાહસો ભારતીય સમકક્ષોની સરખામણીમાં જોખમી વાતાવરણ દર્શાવે છે. કુલ જોખમ માટે ગ્લોબલ એન્વાયર્મેન્ટ રેટિંગ 5.9 – 6.4 ની વચ્ચે છે જ્યારે ભારતીય સાહસો 0થી 10 ના સ્કેલ પર 4.2 – 6.3 છે જેમાં 10 સૌથી વધુ જોખમી સ્તર છે.

· માઇન્ડ ધ ગેપ: ટોચના જોખમોનો સામનો કરવા માટે તેને ચોક્કસ, સ્પષ્ટ અને ઉચ્ચ સજ્જતાની જરૂર છે. તારણો અનુસાર, 67% સંસ્થાઓ ટોચના જોખમનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી.

· રિસ્ક કવરેજની ઉણપ: પ્રગતિના આરે હોવાથી તેને તેના રિસ્ક મેનેજમેન્ટ સોલ્યુશન ડિઝાઇનને વધારવાની જરૂર છે. લગભગ એક તૃત્યાંશ ઉત્તરદાતાઓ પાસે ઓળખાયેલ ટોચના જોખમોનો સામનો કરવા માટે કોઈ સાયબર સિક્યોરિટી સ્કીલ સોલ્યુશન અથવા કોઈપણ ઇન્શ્યોરન્સ નથી. ટેલેન્ટ રિસ્ક સૌથી અન્ડર-કવર્ડ જોખમ છે, જ્યાં 41% ઉત્તરદાતાઓ પાસે કોઈ સોલ્યુશન અથવા ઇન્શ્યોરન્સ નથી.

· જોખમને ઓળખો: હોરાઇઝન સ્કેનિંગ અને ઇમર્જિંગ રિસ્ક આઇડેન્ટિફિકેશનની કળામાં ટૂંકા અને મધ્યમ ગાળાના જોખમની રેન્કિંગ ખૂબ સમાન જણાય છે અને આ જ પ્રકારના જોખમો ઉભરતા જોખમોમાં પણ દેખાય છે. હોરાઇઝન સ્કેનિંગ અને ઉભરતા રિસ્ક આઇડેન્ટિફિકેશન માટે ટોપ મેનેજમેન્ટના ઇમોશનલ ક્વોશન્ટમાં સુધારો કરવાની જરૂર છે જે એકમાત્ર મુખ્ય ઉભરતું જોખમ છે.

· નવા જોખમ ઓળખાયા – ક્લાઇમેટ વેક અપ કૉલ: આબોહવા પરિવર્તનની તીવ્ર તાકિદનું અવમૂલ્યન યથાવત રહ્યું છે. માત્ર એનર્જી અને યુટિલિટીઝ, હોસ્પિટાલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ અને એફએમસીજી સેક્ટરે ક્લાઈમેટ ચેન્જ અને કુદરતી આફતોને ટોચના જોખમ તરીકે ઓળખી છે.

ઘર સુધી પહોંચેલી ઇનસાઇટઃ

· રિસ્ક મેનેજમેન્ટ 101: લગભગ અડધા વ્યવસાયો (45%) ત્રીજા ક્રમે રહ્યાઃ પ્રગતિ કરી રહ્યાં છે. હવે પરિવર્તન તરફ જોવાનો સમય છે.

· વૈશ્વિક પ્રભાવ: વિદેશી પેટાકંપનીઓ સોફિસ્ટિકેશન લાવે છે. આ સંસ્થાઓમાંથી લગભગ 25% પહેલેથી જ ટોચ પર છે – મેચ્યોરિટી લેવલ 4, પરિવર્તન જોઈ રહી છે.

· એટિટ્યૂડમાં પરિવર્તન: 45%થી વધુ સંસ્થાઓ તેમાં સુરક્ષિત અભિગમ રાખે છે, એમ માનીને કે જોખમો માત્ર ટાળવા અથવા મેનેજ કરવા માટે છે. તેમને લાગતું નથી કે જોખમો હકારાત્મક હોઈ શકે છે અથવા રિસ્ક મેનેજમેન્ટ ક્ષમતાનો સ્પર્ધાત્મક લાભ હોઈ શકે છે.

ડિમાન્ડમાં રહેલી સ્કીલ્સ

· સાયબર ક્રુસેડર્સ: સાયબર સિક્યુરિટી એ એક હોટ સ્કીલ છે જે દરેકને પસંદ છે. આ ટોચનું ક્ષેત્ર છે જ્યાં સંસ્થાઓ સ્કીલ્સ શોધી રહી છે. કેટલાક આઈઆરએમ-લાયક વ્યાવસાયિકો કે જેઓ ઈઆરએમ નિષ્ણાંતો છે (જે સાયબર જોખમોને આવરી લે છે) સમગ્ર ક્ષેત્રોમાં ડિજિટલ સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરી રહ્યા છે.

· ઇન્શ્યોરન્સ આઈક્યુ: ઇન્શ્યોરન્સ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસમાં પરિપક્વતાનો અભાવ છે, કારણ કે લગભગ 40% ઉત્તરદાતાઓ જોખમોને વીમા હેઠળ લાવવાના ખર્ચના કોઈપણ ઘટકને ગણતા નથી. કોસ્ટ મેનેજમેન્ટ સહિત તેમની સોલ્યુશન ડિઝાઇનમાં સુધારો કરવાની જરૂર છે.

રિપોર્ટમાં લાયબેલિટી ઇન્શ્યોરન્સ, મરિન કાર્ગો ઇન્શ્યોરન્સ, એન્જિનિયરિંગ ઇન્શ્યોરન્સ, ફાયર ઇન્શ્યોરન્સ અને વે ટુ વેવ ઇન્શ્યોરન્સમાં વ્યાપક રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અંગે નિષ્ણાંતોની ભલામણોને દર્શાવે છે.

Total Visiters :274 Total: 942983

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *