હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ, ઈજા થતાં ગાર્ડ હોસ્પિટલમાં દાખલ
લાસવેગાસ
અમેરિકાના લાસ વેગાસમાં એક આશ્ચર્યજનક મામલે સામે આવ્યો છે. અહીં ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. સુનાવણી બાદ મહિલા જજ આરોપીને સજા કરી જેથી આરોપી ભડકી ગયો અને ટેબલથી કુદીને અચાનક જજ પર હુમલો કરી દીધો. જો કે ત્યાં હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જજ ચુકાદો આપી રહી છે. આ દરમિયાન તેની પ્રતિક્રિયા અચાનક બદલાઈ જાય છે. તે સામેથી આવી રહેલા આ આરોપીને જોવે છે. મહિલા જજ કઈ કરે તે પહેલા જ આરોપી કુદીને તેની પાસે પહોંચી જાય છે અને હુમલો કરી દે છે. તે મહિલા જજને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આરોપી મહિલા જજને મારવા લાગે છે. જો કે આસપાર હજાર લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. આ ઘટના બાદ આરોપીને તરત જ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
મહિલા જજને બચાવનાર માર્શલને ઈજા થઇ હતી. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. મળેલા અહેવાલો મુજબ ગત સુનાવણીમાં આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો હતો. જો કે તેના ભૂતકાળના રેકોર્ડને જોતા મહિલા જજે તેને જેલની સજા કરી હતી. તે પછી આરોપીએ તેના પર હુમલો કરી દીધો હતો.