આ બેઠક નવી દિલ્હીમાં 21થી 31 જુલાઈ 2024 દરમિયાન યોજાશે
નવી દિલ્હી
ભારત માટે આ વર્ષની શરુઆતમાં જ એક સારા સમાચાર આવ્યા છે જેમાં ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને હોસ્ટ કરશે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ વિશાલ વી શર્માએ આ માહિતી આપી હતી.
ભારતે જી20 બાદ વધુ એક મોટી સફળતા મેળવી છે જેમાં વર્ષ 2024માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને હોસ્ટિંગ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ભારત પ્રથમ વખત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા અને હોસ્ટ કરવા જઈ રહ્યું છે. આ બેઠક નવી દિલ્હીમાં 21થી 31 જુલાઈ 2024 દરમિયાન યોજાશે. યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ વિશાલ વી વર્માએ આ માહિતી આપી હતી. ઉલ્લેખની છે કે આ પ્રથમ વખત બનશે જ્યારે દેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિનું નેતૃત્વ કરશે અને તેની યજમાની કરશે. આનાથી ભારતને વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોના સંરક્ષણ અને માન્યતામાં સક્રિય યોગદાન આપવાની તક મળશે.