ખેલાડી પાકિસ્તાન સામેની પ્રથમ ટી20 ન રમી શક્યો
ક્વિન્સલેન્ડ
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એકવાર ક્રિકેટમાં દસ્તક આપી છે.હા, 2020માં લાંબા સમય સુધી ક્રિકેટને રોકનાર કોરોનાએ ફરી એકવાર ક્રિકેટ પર હુમલો કર્યો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ શરૂ થઈ રહી છે. શુક્રવારે એટલે આજે પ્રથમ મેચ રમાઇ રહી છે અને તે પહેલા ન્યુઝીલેન્ડના ખેલાડી મિશેલ સેન્ટનરને કોરોનાનો ચેપ લાગ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ન્યૂઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર કોરોના સંક્રમિત થઈ ગયો છે અને તેના કારણે તે પાકિસ્તાન સામેની પ્રથમ ટી20 રમી શક્યો નથી.
મહત્વનુ છેકે, ફાસ્ટ બોલર અબ્બાસ આફ્રિદી અને લેગ સ્પિનર ઉસામા મીરે પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યું છે.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન- ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, એડમ મિલ્ને, મૈટ હેનરી, ટિમ સાઉદી, ઈશ સોઢી, બેન સીયર્સ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન – મોહમ્મદ રિઝવાન, સઇમ અયુબ, બાબર આઝમ, ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, આઝમ ખાન (વિકેટકીપર), આમેર જમાલ, ઉસામા મીર, શાહીન આફ્રિદી (કેપ્ટન), અબ્બાસ આફ્રિદી અને હરિસ રઉફ.