ઝકા અશરફને 6 મહિના પહેલા સત્તા પરિવર્તન બાદ નજમ સેઠીની જગ્યાએ પીસીબી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા
કરાંચી
ઝકા અશરફના રાજીનામા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવા અધ્યક્ષ મળી ગયા છે. મોહસિન નકવીને પીસીબીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાર્યવાહક મુખ્યમંત્રી મોહસિન નકવી ઝકા અશરફનું સ્થાન લેશે. તે પહેલીવાર આ જવાબદારી સંભાળશે.
પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ મોહસિન નકવીની નિમણૂક વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. મોહસિન નકવી પાકિસ્તાનના વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરના નજીકના હોવાનું પણ કહેવાય છે. અગાઉ ઝકા અશરફની પણ વડાપ્રધાન કાર્યાલય દ્વારા નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ પણ પૂર્વ પીએમના નજીકના હતા.
જણાવી દઈએ કે ઝકા અશરફે બે દિવસ પહેલા જ પીસીબીના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું. ઝકા અશરફને 6 મહિના પહેલા સત્તા પરિવર્તન બાદ નજમ સેઠીની જગ્યાએ પીસીબી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઝકા અશરફે લાહોરમાં પીસીબી મેનેજમેન્ટ સમિતિની મિટિંગ બાદ અચાનક પોતાના રાજીનામાનું એલાન કર્યું હતું.