ઉ.મેક્સિકોમાં બસ-ટ્રક ટકરાતાં 19નાં મોત, 18 ઘાયલ

Spread the love

અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો

માજાતલાન

ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યાંની માહિતી મળી રહી છે. જ્યારે 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના નિર્દેશક રોય નવરેટેએ કહ્યું કે આ અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો હતો.

માહિતી અનુસાર ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. તેના માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બસમાં લગભગ 37 લોકો સવાર હતા. ઘટનાસ્થળની તસવીરો જોતાં લાગે છે કે બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા.

આ મામલે પોલીસે કહ્યું કે અમને આશંકા છે કે વધારે પડતી સ્પીડ, બસમાં ખામી કે પછી ડ્રાયવરના થાકને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. આ દુર્ઘટના ઉત્તર મેક્સિકોના નોર્થ વેસ્ટર્ન સિનાલોવા રાજ્યમાં સર્જાઈ હતી. દુર્ઘટના બાદથી નેશનલ હાઈવે પર વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી.

Total Visiters :106 Total: 1474124

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *