પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યા હતા
વડોદરા
એક તરફ વડોદરામાં બનેલ બોટ કાંડને હજુ માત્ર ગણતરીના દિવસો જ વીત્યા છે. જેમાં 14 બાળકોનો નિર્દોષ જીવ ગયો હતો. ત્યારે પાદરામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યા હતા.
જે પ્રવાસમાં શાળાની મોટી બેદરકારી સામે આવી હતી. જ્યાં પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી સુરક્ષા વગર દરિયા કિનારે રમતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેને લઇ વડોદરા માં વધુ એક બેદરકારી જોવા મળી હતી. ત્યારે સાદરાના પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર બાબતે બેદરકારી હોઈ તેમ જણાવ્યું હતું.
પોરબંદર ખાતે લઈ જવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓના દરિયા કિનારે જોખમી પ્રવાસને લઈને સમગ્ર વડોદરામાં બેદરકારીને લઈને રોજ જોવા મળ્યો હતો. ત્યારે શાળાના આચાર્ય દ્વારા પોતાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં આચાર્ય નિખિલ પટેલ દ્વારા જણાવ્યું હતું કે, શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવામાં આવ્યું નથી અને બાળકોને સહી સલામત પ્રવાસ કરાવ્યો હોવાનું રટણ કર્યું હતું.
સાદરા ગામની પ્રાથમિક શાળામાં જોખમી પ્રવાસને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. ત્યારે શાળાના આચાર્ય દ્વારા 25 જાન્યુઆરીના રોજ મંજૂરી મેળવવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઊંચાઈવાળા કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળોએ નહીં જવાની સૂચના આપવામાં આવી હતી. જે સાદરા ગામની પ્રાથમિક શાળા દ્વારા મંજૂરીની શરતોનો સરેઆમ ભંગ કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બેદરકારી દાખનાર શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે અન્ય શાળાઓમાં આવી બેદરકારી ના થાય તે માટે શાળાઓને કડક આદેશ આપવામાં આવશે તે જણાવવામાં આવ્યું હતું.