ઈડી એ ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ છેઃ સંજય રાઉત

Spread the love

આરએસએસ બાદ જો ભાજપ કોઈના પર વિશ્વાસ કરે છે તો તે ઈડી છે, મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમનો ઈડીએ જ ખેલ પાડ્યો હોવાનો આક્ષેપ


મુંબઈ
ઈડી મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અન્ય લોકોના આવાસ સહિત લગભગ 10 ઠેકાણે સર્ચ ઓપરેશન કરી રહી છે. હવે તેના પર ઉદ્ધવ ઠાકરે જૂઠના સાંસદ સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યુ છે.
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતા કહ્યું કે, ઈડી એ ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ છે આરએસએસ બાદ જો ભાજપ કોઈના પર વિશ્વાસ કરે છે તો તે ઈડી છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમનો ઈડીએ જ ખેલ પાડ્યો છે. અજિત પવાર વિશે તો વડાપ્રધાને પોતે કહ્યું હતું પરંતુ શું ત્યાં ઈડી પહોંચી? કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિભવ કુમાર તથા દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક લોકોના પરિસરમાં સર્ચ કરી રહ્યા છે.
ઈડીએ મની લોન્ડરિંગના એક કેસની તપાસ હેઠળ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે દરોડા હેઠળ રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 10 જેટલા ઠેકાણાની તલાશી કરવામાં આવી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ સર્ચ મની લોન્ડરિંગ સંબંધિત હાલની તપાસના સંબંધમાં છે કે કોઈ નવા કેસ સાથે સંબંધિત છે.
કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ બિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના પૂર્વ સદસ્ય શલભ કુમાર, પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય ખજાનચી એનડી ગુપ્તાના કાર્યાલય સહિત અન્ય લોકોના ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Total Visiters :120 Total: 1476104

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *