જસપ્રિત બુમરાહે તે પ્રશંસકો પર નિશાન સાધ્યું છે જેઓ ખરાબ સમયમાં તેની સાથે ઉભા નથી રહ્યા
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલર બની ગયો છે. આઈસીસીએ ગઈકાલે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી જેમાં બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર બન્યો હતો. પરંતુ રેન્કિંગ જાહેર થયા બાદ બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર કંઈક એવું પોસ્ટ કર્યું, જેણે બધાને મૂંઝવણમાં મૂકી દીધા અને બધા પૂછવા લાગ્યા કે બુમરાહ કોના પર નિશાન સાધી રહ્યો છે.
https://dc7a4e6e93243b013f64cafc8c6b6ad8.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html જસપ્રીત બુમરાહે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી, જેમાં બુમરાહે તે પ્રશંસકો પર નિશાન સાધ્યું છે જેઓ ખરાબ સમયમાં તેની સાથે ઉભા નથી રહ્યા. બુમરાહની આ પોસ્ટને કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે જસપ્રીત બુમરાહને થોડા સમય પહેલા ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો, જ્યારે તે ઈજામાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે, સોશિયલ મીડિયા પર એવા મીમ્સ બનાવવામાં આવ્યા હતા કે બુમરાહ ફક્ત IPL દરમિયાન જ ફિટ હોય છે, બાકીનો સમય તે ઈજાથી પીડાય છે અને તેથી તે ભારતીય ટીમ માટે નથી રમી રહ્યો.
હવે જ્યારે જસપ્રીત બુમરાહ ઈજામાંથી વાપસી કરીને ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બનનાર ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. ત્યારે બુમરાહના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે અને તેને ભારતનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાવવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં કદાચ બુમરાહ દિલથી દુખી છે.
ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ બે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરતા 15 વિકેટ ઝડપી હતી. આ સાથે એવા સંકેતો પણ મળી રહ્યા છે કે તેને ત્રીજી ટેસ્ટ મેચમાં તેને આરામ નહીં મળે અને તે ટીમ સાથે ઉપલબ્ધ રહેશે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે આ લાંબી ટેસ્ટ સીરિઝ હોવાથી તેને ત્રીજી ટેસ્ટ મેચમાં આરામ મળી શકે છે. પરંતુ આટલા શાનદાર ફોર્મ છતાં જો બુમરાહને આરામ આપવામાં આવે તો તેને ખોટું માનવામાં આવત.