મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં લગભગ 6 વર્ષથી અલગ રહે છે
નવી દિલ્હી
વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે. વર્લ્ડકપ પછી તે ઈજાથી રિકવર થઇ રહ્યો છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં શમી તેની દીકરીને લઈને ભાવુક થઇ ગયો હતો. શમીએ કહ્યું, “હું લાંબા સમયથી મારી પુત્રીને મળી શક્યો નથી કારણ કે મારી પત્ની તેને મળવા દેતી નથી.
એક કાર્યક્રમમાં જ્યારે મોહમ્મદ શમીને તેની દીકરી આયરા વિશે પૂછવામાં આવ્યું તો તે ભાવુક થઈ ગયો હતો. મોહમ્મદ શમીએ કહ્યું કે, “હું મારી દીકરીને ખૂબ મિસ કરું છું, હું તેની સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કરું છું પરંતુ હું એટલું જ કરું છું જેટલી તે (હસીન જહાં) પરવાનગી આપે છે. આજ સુધી તેણે મને મારી દીકરીને મળવાની મંજૂરી આપી નથી.”
https://9802f6ac8d61c10cc380837b6fec0935.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં લગભગ 6 વર્ષથી અલગ રહે છે. વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને ત્યારથી તે શમીથી અલગ થઈ ગઈ હતી. શમી અને તેની પત્ની સાથે જોડાયેલો મામલો પોલીસ અને કોર્ટ સુધી પહોંચ્યો હતો. જો કે બાદમાં હસીન જહાં અલગ થઈ ગઈ અને શમીની દીકરી હસીન જહાં સાથે રહે છે.
મોહમ્મદ શમીના અંગત જીવનમાં જ્યારે આટલી ઉથલપાથલ હતી ત્યારે તે ભારતીય ટીમમાંથી પણ બહાર થઈ ગયો હતો. પરંતુ શમીએ તે પછી વાપસી કરી અને વન-ડે વર્લ્ડ કપ 2019માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2023માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી ભારતીય ટીમ માટે સૌથી સફળ બોલર બન્યો હતો. શમીએ માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.