ખડગેની આ બધા લોકોની ટિપ્પણી સામે રાજ્યસભાના સભાપતિ નારાજ

Spread the love

ખડગેએ તેમના ભાષણમાં ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ માટે ‘આ બધા લોકો’ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો


નવી દિલ્હી
સંસદમાં ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા હતા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી હતી.
વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમના ભાષણમાં ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ માટે ‘આ બધા લોકો’ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આના પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વાંધો ઉઠાવતા કહ્યું કે,’મલ્લિકાર્જુન ખડગેએ ચૌધરી ચરણ સિંહનું અપમાન કરવા બદલ દેશની માફી માગવી જોઈએ.’
આ મામલે સભાપતિ જગદીપ ધનખડે પણ નારાજગી વ્યક્ત કરી અને મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના અન્ય નેતાઓને કહ્યું, ‘તમે ચૌધરી ચરણ સિંહનું અપમાન કર્યું છે. તમારી પાસે ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ માટે સમય નહોતો. આમ કરીને તમે દેશના દરેક ખેડૂતને નુકસાન પહોંચાડી રહ્યા છો. ચૌધરી ચરણ સિંહના મુદ્દે ગૃહની અંદર આવું વાતાવરણ… આપણું માથું શરમથી ઝૂકી જાય. હું પોતે ખૂબ જ દુઃખી છું. આવી ભાષાનો ઉપયોગ કરશો નહીં. હું ચૌધરી ચરણ સિંહનું અપમાન સહન નહીં કરું. તેમના વિષય પર દલીલ કરવી બિલકુલ યોગ્ય નથી.’
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી હતી કે પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ આરએલડીના વડા જયંત ચૌધરીએ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

Total Visiters :132 Total: 1474066

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *