શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગા જાદૂ, અફધાને 25 રનમાં ન વિકેટ ગુમાવી

Spread the love

હસરંગાએ શાનદાર બોલિંગ કરી અને 6.5 ઓવરના સ્પેલમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી

પલ્લેકેલે

શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની વન-ડે સીરિઝની બીજી મેચમાં શ્રીલંકાની ટીમે જીત મેળવી હતી. પલ્લેકેલેમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 308 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની આખી ટીમ 153 રનમાં સમેટાઈ ગઈ હતી. જો કે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ રન ચેઝ કરવા માટે આવી ત્યારે તેની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ શ્રીલંકાના સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ પોતાની જાદુઈ બોલિંગથી બાજી પલટી દીધી હતી. માત્ર 25 રનની અંદર અફઘાનિસ્તાનના 9 બેટર્સ પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

અફઘાનિસ્તાનની ટીમને ટાર્ગેટનો પીછો કરતા પહેલો ઝાટકો 31 રનના સ્કોર પર રહેમાનુલ્લાહ ગુરબાઝ (8 રન)ના રૂપમાં લાગ્યો હતો. જો કે આ પછી ઇબ્રાહિમ ઝાદરાન અને રહમત શાહે ટીમની કમાન સંભાળી અને સ્કોર 100 રનના પાર પહોંચવી દીધો હતો. બંને ખેલાડીઓને બેટિંગ કરતા જોઈ લાગી રહ્યું હતું કે અફઘાનિસ્તાન આ મેચ આસાનીથી જીતી જશે. પરંતુ ત્યારબાદ શ્રીલંકાનો સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગા બોલિંગ કરવા આવ્યો હતો.

હસરગા પહેલા અસિથા ફર્નાન્ડોએ 128 રનના સ્કોર પર ઈબ્રાહિમ ઝાદરાન (54 રન)ને આઉટ કર્યો હતો. આ પછી હસરંગાએ પોતાની જાદુઈ બોલિંગ શરુ કરી અને સેટ દેખાઈ રહેલા રહમત શાહ (63 રન)ને પેવેલિયન પરત કર્યો હતો. ત્યારબાદ હસરંગાએ અફઘાનિસ્તાનના કેપ્ટન હસમતુલ્લાહ શાહિદી (9 રન), મોહમ્મદ નબી (1 રન) અને ગુલબદિન નાયબ (0 રન)ને પણ આઉટ કર્યો હતો.

હસરંગાની બોલિંગ જોઈ શ્રીલંકાના અન્ય બોલરો પણ એક્શન મોડમાં આવી ગયા હતા. આ પછી તેઓએ પણ એક પછી એક અફઘાનિસ્તાનના બેટર્સને પેવેલિયન પરત કરવાનું શરૂ કર્યું હતું. શ્રીલંકન ટીમની આ શાનદાર બોલિંગના કારણે અફઘાનિસ્તાનના છેલ્લા 9 બેટ્સમેન માત્ર 25 રન જ બનાવી શક્યા હતા. આ મેચમાં હસરંગાએ શાનદાર બોલિંગ કરી અને 6.5 ઓવરના સ્પેલમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

Total Visiters :141 Total: 1473790

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *