બ્રિટન-જાપાનની અર્થવ્યવસ્થા કથળી, ભારત પાંચમા ક્રમે

Spread the love

જાપાનને પછાડી જમર્ની વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું

નવી દિલ્હી

દુનિયાના અનેક દેશોના અર્થતંત્ર ડગમગી ગયા છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ જાપાન મંદીની લપેટમાં આવી ગયો છે. જોકે તેની સાથે સાથે બ્રિટનની હાલત પણ દયનીય થઈ ગઈ છે અને બંને દેશો ભારે મંદીના સકંજામાં ફસાઈ ગયા છે. આ સૌથી વચ્ચે જાપાનને પછાડી જમર્ની વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. 

વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા ટોપ-10 દેશોની યાદીમાં ભારતનું સ્થાન હાલમાં 5માં ક્રમે છે. જો ભારત ઝડપથી વિકાસ કરતો રહેશે તો ટૂંક સમયમાં જ તે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. 

ઉલ્લેખનીય છે કે જાપાનના અર્થતંત્રમાં મંદીના વાદળો છવાયા છે. તેના જીડીપીમાં પણ ઘટાડો થયો છે જેના લીધે તેના રેન્કિંગ પર માઠી અસર જોવા મળી છે. ગત વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બરમાં જાપાનનો વાર્ષિક જીડીપી 0.4 ટકા સુધી ગગડી ગયો હતો. અમેરિકી ડૉલરની તુલનાએ તેની કરન્સી યેનની વેલ્યૂ પણ ઘટી હતી. 

હાલમાં, જાપાનનો જીડીપી 4.2 ટ્રિલિયન ડૉલર છે, જેના લીધે જર્મની 4.5 ટ્રિલિયન ડૉલર સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. જર્મનીની જગ્યાએ જાપાન એક સ્થાન લપસી ગયું છે અને ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ અંગે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રેન્કિંગમાં વધઘટનું મુખ્ય કારણ જાપાનની અર્થવ્યવસ્થાને બદલે ચલણ યેનમાં થયેલો ઘટાડો છે.

એક તરફ, વિશ્વની ટોચની ત્રણ રેન્કિંગમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં ભારત પાસે હવે જર્મની અને જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તક છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2028માં ચીન વિશ્વની અર્થવ્યવસ્થામાં ટોચના સ્થાને હશે અને ભારત ત્રીજા સ્થાને હશે. આઈએમએફના ડેટા અનુસાર, ભારત 2026માં જાપાન અને 2027માં જર્મનીથી આગળ નીકળી શકે છે, પરંતુ બંને દેશોની સ્થિતિને જોતા એવું લાગે છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

Total Visiters :135 Total: 1473751

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *