પાકિસ્તાન દેવા નીચે કચડાયું, 2024માં 40,000 કરોડ ચૂકવવા પડશે

Spread the love

પાકિસ્તાનના જીડીપીની તુલનાએ તેનું દેવું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જેનો મતલબ એ છે કે અર્થતંત્રની ઉત્પાદન વધારવાની ક્ષમતા અવરોધાઇ

ઈસ્લામાબાદ

સામાન્ય ચૂંટણીના પરિણામ આવી જવા છતાં હજુ સુધી સરકાર ન બનતાં ચારેકોરથી ટીકાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન સામે વધુ એક મોટું સંકટ આવી ગયું છે. પાકિસ્તાનના જીડીપીની તુલનાએ તેનું દેવું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેનો મતલબ એ છે કે અર્થતંત્રની ઉત્પાદન વધારવાની ક્ષમતા અવરોધાઇ ગઈ છે. 

ઈસ્લામાબાદની એક થિંક ટેન્ક ટેબએડલેબના જણાવ્યાનુસાર પાકિસ્તાનને ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે. જ્યાં સુધી યથાસ્થિતિમાં વ્યાપક સુધારા અને નાટકીય બદલાવ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન વધુને વધુ દેવામાં ગરકાવ થતું રહેશે અને એક અપરિહાર્ય ડિફોલ્ટ તરફ આગળ વધશે જે ચક્રવ્યૂહની શરૂઆત ગણાશે. 

ટેબએડલેબએ જણાવ્યું હતું કે પાકિસ્તાનનું દેવું “એક વિકટ, અસ્તિત્વગત અને પ્રાસંગિક” પડકાર બની ગયો છે, જેને તાત્કાલિક અને વ્યૂહાત્મક હસ્તક્ષેપની જરૂર છે. દેવાની ચૂકવણી પણ ઐતિહાસિક હાઈ લેવલ પર છે જે વધતી વસતીની સામાજિક સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને મહત્ત્વપૂર્ણ રીતે ક્લાઈમેટ ચેન્જ જેવી જરૂરિયાતોને પ્રાથમિકતાથી વંચિત કરે છે. 2011 થી પાકિસ્તાનનું વિદેશી દેવું લગભગ બમણું થઈ ગયું છે અને સ્થાનિક દેવું છ ગણું વધી ગયું છે. પાકિસ્તાને નાણાંકીય વર્ષ 2024 માં અંદાજિત 49.5 બિલિયન અમેરિકન ડૉલરનું દેવું ચૂકવવું પડશે. જેમાં 30 ટકા વ્યાજ છે અને તેમાં કોઈ દ્વિપક્ષીય અથવા આઈએમએફ લોન સામેલ નથી. 

Total Visiters :106 Total: 1474003

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *