ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે રોટોકોપ્ટરનો  પ્રયોગ કરશે

Spread the love

નાસાના ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરે ત્રણ વર્ષમાં મંગળના વાતાવરણમાં 72 ફૂટની ઊંચાઈએ 72 વખત ઉડીને આ રાતા ગ્રહના વાતાવરણ વિશે અભ્યાસ કર્યો

નવી દિલ્હી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) હવે તેના ભાવિ માર્સ મિશન-2માં નવા અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો કરવાના તૈયારી કરી રહ્યું છે. ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે પહેલી જ વખત  રોટોકોપ્ટર (હેલિકોપ્ટર)નો  વિશિષ્ટ પ્રયોગ કરશે.

ઈસરનાં સૂત્રોએ એવો સંકેત આપ્યો, છે કે અમે અમારા ભાવિ મંગળયાન-2 પ્રોજેક્ટમાં સૌર મંડળના રાતા ગ્રહની ધરતી પર આધુનિક ટેકનોલોજીવાળું રોટોકોપ્ટર (હેલિકોપ્ટર) અથવા તો ડ્રોન ઉડાડવાનો નવતર પ્રયોગ કરવા આયોજન કરી રહ્યા છીએ. ભારતનું પ્રથમ માર્સ ઓર્બિટર મિશન(મંગળયાન-1) પાંચમી નવેમ્બર 2013માં રવાના થયું હતું. ત્યારબાદ મંગળયાન-2 અવકાશયાન 24મી સપ્ટેમ્બર 2014માં પહેલા જ પ્રયાસે મંગળની ભ્રમણકક્ષામાં સફળતાથી પ્રવેશ કર્યો હતો. આઠ વર્ષની ઉત્તમ કામગીરી બાદ એપ્રિલ 2022માં મંગળયાન-1 અવકાશયાનનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

અમેરિકાને અંતરિક્ષ સંશોધન સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (નાસા) મંગળ ગ્રહ પરઈન્જેન્યુઈટી હેલિકોપ્ટર ઉડાડવાનો સફળ પ્રયોગ કર્યો છે. નાસાએ 30મી જુલાઈ 2020માં મંગળ પર રવાના કરેલા તેના પર્સિવરન્સ રોવર સાથે ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટર પણ ગોઠવ્યું હતું. ત્યારબાદ 19મી ફેબ્રુઆરીએ 2021માં પર્સિવરન્સ રોવર સૌર મંડળના લાલ ગ્રહના જેઝેરો ઉલ્કાકુંડ નજીક ઉતર્યું છે. પર્સિવરન્સ સાથે જોડાયેલા ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરે પૃથ્વી સિવાયના અન્ય કોઈ ગ્રહના વાતાવરણમાં હેલિકોપ્ટર ઉડાવવાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી અને સફળ પ્રયોગ કર્યો છે.

નાસાના ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરે ત્રણ વર્ષ દરમિયાન મંગળના વાતાવરણમાં 24મીટરી(72 ફૂટ)ની ઊંચાઈએ 72 વખત ઉડીને આ રાતા ગ્રહના વાતાવરણ વિશે ગહન સંશોધન અને અભ્યાસ કર્યો છે. 

હવે ઈસરો પણ મંગળ ગ્રહના વાતાવરણમાં નાસાના ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરમાં નાસાના ઈન્જેન્યુઈટી  હેલિકોપ્ટર જેવું જ રોટોકોપ્ટર અથવા તો ડ્રોન ઉડાડવાનો મહત્તાકાંક્ષી  પ્રયોગ કરવા આયોજન કરી રહ્યું છે. ઈસરોના સૂત્રોએ જોકે, એવા સંકત પણ આપ્યો છે કે, સૌર મંડળના રાતા ગ્રહના વાતાવરણમાં રોટોકોપ્ટર કે ડ્રોન  ઉડાડવાની યજના હજી પ્રાથમિક તબ્બકામાં છે. અમે રોટોકોપ્ટર અથવા તો ડ્રોનની ડિઝાઈન સાથે તેમાં ટેમ્પરેચર સેન્સર, હ્યુમિડીટી સેન્સર, પ્રેશર સેન્ટર,વિન્ડ સ્પિડ સેન્સર, ઈલેક્ટ્રીક ફિલ્ડ સેન્સર, ટ્રેસ સ્પેસીસ એન્ડ ડસ્ટ સેન્સર વગેરે જેવા વૈત્રાનિક ઉપકરણો ગોઠવવા વિશે ટેકનિકલ આયોજન કરી રહ્યા છે. 

Total Visiters :164 Total: 1473869

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *