પ્રથમ આઠ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાની યશસ્વીની સિધ્ધિ

Spread the love

બ્રેડમેને પ્રથમ 8 ટેસ્ટ મેચમાં કુલ 1210 રન બનાવ્યા હતા, યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 8 ટેસ્ટ મેચમાં 973 રન બનાવ્યા

રાંચી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિંગમાં 37 રન બનાવીને યશસ્વી જયસ્વાલ આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ ભલે બીજી ઈનિંગમાં પોતાની ફિફ્ટી પૂરી ન કરી શક્યો, પરંતુ તેણે પોતાના કરિયરમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે. જયસ્વાલ એવો ભારતીય ખેલાડી બની ગયો છે જેણે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ 8 ટેસ્ટ મેચ બાદ સૌથી વધુ રન બનાવ્યા છે. આ ઉપરાંત તે ડોન બ્રેડમેન પછી 8 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટર બની ગયો છે.

પ્રથમ 8 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે, બ્રેડમેને પ્રથમ 8 ટેસ્ટ મેચમાં કુલ 1210 રન બનાવ્યા હતા. જયારે યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 8 ટેસ્ટ મેચમાં 973 રન બનાવ્યા છે. આ ઉપરાંત ભારતના પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કરે તેની પ્રથમ 8 ટેસ્ટ મેચમાં કુલ 936 રન બનાવ્યા હતા.

આ સિવાય જયસ્વાલે ઘરેલું સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. જયસ્વાલે આ સીરિઝમાં અત્યાર સુધીમાં 655 રન બનાવ્યા છે, હજુ એક ટેસ્ટ મેચ રમવાની બાકી છે. આ સાથે કોહલીએ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે 8 ઈનિંગમાં 655 રન બનાવ્યા હતા. આ સાથે જ ઘરઆંગણે ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે વર્ષ 1978માં વેસ્ટ ઈન્ડિઝ સામે 9 ઇનિંગ્સમાં 732 રન બનાવ્યા હતા.

Total Visiters :172 Total: 1474077

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *