આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આનંદ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરી

Spread the love

મુંબઈ

 ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ શ્રી અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા શ્રી સિંઘીની નિયુક્તિ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન આપવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

શ્રી સિંઘી બિઝનેસ ઓપરેશન્સઅંડરરાઇટિંગક્લેઇમ્સસેલ્સમાર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જેવા મહત્વના કામોમાં ઉદાહરણીય લીડરશિપ દ્વારા ઝળહળતી કારકિર્દી ધરાવે છેઆઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે તેમણે પોતાની સફર શરૂ કરી હતી જ્યાં તેમણે એક દાયકા સુધી કામ કર્યુ હતું અને વેલ્થ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદે પહોંચ્યા હતાબાદમાં શ્રી સિંઘી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં પહેલા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અને પછી ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર તરીકે જોડાયા હતા અને વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ચેનલ્સને આવરતી સેલ્સડિસ્ટ્રીબ્યુશનમાર્કેટિંગ અને રિટેલ તથા ગવર્મેન્ટ બિઝનેસમાં વ્યૂહાત્મક પહેલની કામગીરી હાથ ધરી હતી.

પોતાની નવી ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાવા અંગે હું ઉત્સાહિત છું અને આને કંપનીના સતત સફળતા અને ઇનોવેશનના એજન્ડામાં પ્રદાન આપવા માટેની  એક મોટી તક તરીકે જોઉં છુંઅત્યાર સુધીની મારી સફરમાં મને જે આંતરદ્રષ્ટિ અને અનુભવ મળ્યો છે તે મારા મતે સંસ્થા માટે મોટાપાયે વૃદ્ધિ અને ટકાઉ નફાકારકતા તરફ દોરી જશે.

કોમર્સમાં ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી સિંઘીની શૈક્ષણિક લાયકાત અને ઉદ્યોગના અનુભવના સુભગ સમન્વયથી તેઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની લીડરશિપ કેડરમાં એક મહત્વપૂર્ણ એસેટ બની રહશેતેમની નિયુક્તિ પ્રતિભાઓને પોષવા તથા ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છેતેમની નવી ક્ષમતામાં શ્રી સિંઘી રિટેલડિજિટલ અને ગવર્મેન્ટ બિઝનેસને સમાવતા વિવિધ નિર્ણાયક ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હ્યુમન રિસોર્સીસના ચીફ જેરી જોસે જણાવ્યું હતું કે અમે શ્રી આનંદ સિંઘીનું હૂંફાળું સ્વાગત કરીએ છીએ અને તેમના પુરવાર થયેલા ટ્રેક રેકોર્ડ તથા લીડરશિપના વિવિધ સ્તરના અનુભવો સાથે અમે તેમને અમારી વર્તમાન લીડરશિપ ટીમને પૂરક બનાવતા અને વધુ મજબૂત કરતા જોઈએ છીએઆનંદની નિયુક્તિ સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉત્કૃષ્ટતા માટેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે તથા ચપળતા તથા દૂરંદેશી સાથે ઇન્શ્યોરન્સ ઉદ્યોગના ઊભરતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે.

Total Visiters :169 Total: 942957

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *