સ્વદેશી બનાવટનું દેશનું પહેલું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ થયું

Spread the love

પરિણામે ગ્રીન એનર્જી પેદા કરવાની દિશામાં ભારત મોટી હરણફાળ ભરી શકશે

અમદાવાદ

ગ્રીન્ઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક  મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું છે. ભારતમાં જ બનાવવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ હેઠળ આ ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કરવામાં આવ્યું છે. તેને પરિણામે ગ્રીન એનર્જી પેદા કરવાની દિશામાં ભારત મોટી હરણફાળ ભરી શકશે. આ સાથે જ ગ્રીન અને ક્લિન એનર્જીના ક્ષેત્રમાં ગ્રીન્ઝો ઇન્ડિયાએ બહુ જ મોટી સફળતા મેળવી લીધી છે. 

વાર્ષિક 250 મેગાવોટની પ્લાન્ટ કેપેસિટી ધરાવતું ગ્રીન્ઝો ઇન્ડિયાનું પહેલું ઇલેક્ટ્રોલાઈઝર ગ્રીન્ઝો એનર્જીની દૂરંદેશીને પ્રમાણિત કરે છે અને એનર્જી સેક્ટરના અગ્રણી પ્લેયર તરીકે તેને પ્રસ્થાપિત પણ કરે છે. આ ઇલેક્ટ્રોલાઈઝર વિશિષ્ટ ફીચર્સ ધરાવતું ઇલેક્ટ્રોલાઈઝર છે. દરિયા કિનારો ન ધરાવતા અને ચોતરફ માત્ર જમીન જ ધરાવતા 45 દેશોમાંથી-લેન્ડલૉક કંટ્રીમાંથી આ ઇલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે કોઈપણ પૂરજાની આયાત કરવામાં આવી નથી. તેથી આ ઇલેક્ટ્રોલાઈઝર ભારતની ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટેનો સંપૂર્ણપણે દેશી ઉકેલ હોવાનું માની શકાય છે. આમ ઇલેક્ટ્રોલાઈઝરની બાબતમાં ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યું છે. 

ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયાના સીઈઓ સંદીપ અગ્રવાલે આ સફળતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “સો ટકા સ્વદેશી ટેક્નોલોજીથી અમે બનાવેલા એક મેગાવોટના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર અમારી ટીમે મેળવેલી નોંધપાત્ર સફળતાને પ્રતિબિંબિત કરે છે. ઈલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે તેમણે સ્થાનિક નિષ્ણાતો અને સ્રોતોની મદદ લીધી છે. અમે નિર્માણ કરેલો ઉકેલ માત્ર ભારતની ઉર્જાની જરૂરિયાતને સંતોષતો નથી, પરંતુ પર્યાવરણની જાળવણી કરવા માટે ભારત સરકારે દાખવેલી પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવામાં પણ મદદ કરે છે તે વધુ આનંદદાયક છે.”

ગ્રીન હાઈડ્રોજન પેદા કરવા માટે અત્યાધુનિક ઇલેક્ટ્રોલાઈઝર તૈયાર કરીને ગ્રીન ગ્રોથને વેગ આપવા ગ્રીન્ઝો એનર્જિ ઇન્ડિયા લિમિટેડ પ્રતિબદ્ધ-વચનબદ્ધ છે. ગ્રીન ગ્રોથને સપોર્ટ કરવા અને નવસંસ્કરણ કરવા માટે ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ વરસે 250 મેગાવોટના ઇલેક્ટ્રોલાઈઝર બનાવવા ક્ષમતા સાથેનું વિશ્વકક્ષાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહ્યું છે. ભારતના ગુજરાતમાં અમદાવાદ નજીક સાણંદમાં આવેલી જીઆઈડીસીમાં ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ-2 ઔદ્યોગિક વિસ્તારમાં આલ્કલાઈન આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5 મેગાવોટની ક્ષમતા ધરાવતું એક ઇલેક્ટ્રોલાઈઝર પણ ડેવલપ કરવાનું આયોજન કરી રહી છે.

Total Visiters :341 Total: 1473923

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *