પાક.- ન્યૂઝીલેન્ડ ટી20 શ્રેણી 18 એપ્રિલથી, અનેક ખેલાડીએ આઈપીએલ છોડીને જવું પડશે

Spread the love

પાકિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના અનેક ખેલાડીએ આઈપીએલમાંથી અધવચ્ચેતી જવું પડશે

નવી દિલ્હી

આઈપીએલ 2024 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક નિર્ણયના કારણે બીસીસીઆઈનું ટેન્શન વધી ગયું છે. પીસીબીએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ભારતને ઘણું નુકસાન થઇ શકે છે. આ નિર્ણય બાદ આઈપીએલમાં ભાગ લેનાર ઘણા વિદેશી ખેલાડીઓ આઈપીએલ છોડીને પરત ફરી શકે છે. તેનાથી લગભગ તમામ આઈપીએલ ટીમોનું ટેન્શન વધશે. આઈપીએલમાં ફ્રેન્ચાઇઝીઓને તેમના વિસ્ફોટક ખેલાડીઓ ગુમાવવા પડી શકે છે. આ બધું પાકિસ્તાનના નિર્ણયને કારણે થઈ રહ્યું છે.

પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે 5 મેચની ટી20આઈ સીરિઝની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ સીરિઝ આઈપીએલ વચ્ચે રમાશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ ટી20આઈ સીરિઝ 18 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ભારતમાં આઈપીએલ 2024 ચાલુ રહેશે. ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ પણ આઈપીએલમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન વિરૂદ્ધ સીરિઝ શરૂ થયા બાદ ન્યુઝીલેન્ડના ઘણા દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ છોડીને પરત ફરી શકે છે. આ સીરિઝ પાકિસ્તાનમાં રમાશે. દરેક દેશના ક્રિકેટ બોર્ડની અપેક્ષા હોય છે કે ખેલાડીઓ પહેલા પોતાના દેશ માટે રમવાને મહત્વ આપે અને પછી અન્ય કોઈ દેશની લીગ રમે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ પણ પાકિસ્તાન સામે ટી20આઈ સીરિઝ રમવા માટે પોતાના ખેલાડીઓને પરત બોલાવી શકે છે. જો આવું થાય તો તમામ ટીમોને ઝટકો લાગી શકે છે.

ન્યુઝીલેન્ડના કુલ 14 ખેલાડીઓ છે, જેમને આઈપીએલ માટે ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ખેલાડીઓમાં કોલિન મુનરો, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી અને રચિન રવિન્દ્ર જેવા ઘણા સ્ટાર્સ સામેલ છે. આવી સ્થિતિમાં ટીમમાં જે ખેલાડીઓના નામ સામેલ થશે તે તમામ ખેલાડીઓએ આઈપીએલ છોડીને પરત જવું પડશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરિઝ 18થી 27 એપ્રિલ સુધી રમાશે. આવી સ્થિતિમાં, ન્યુઝીલેન્ડના ખેલાડીઓ 10 દિવસના આ અંતરાલમાં યોજાનારી તમામ આઈપીએલ મેચો ચૂકી શકે છે.

Total Visiters :42 Total: 903973

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *