ટ્રમ્પ જીતશે તો યુએસમાંના 11 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ માટે મુશ્કેલી પડશે

Spread the love

ભારતને ત્યાં ટ્રેડ કરવા પર પણ કેટલાક ટેરિફ અથવા ટેક્સનો સામનો કરવો પડી શકે છે

વોશિંગ્ટન

અમેરિકાનાં પ્રેસિડન્ટ ઈલેક્શનની એક રૂપરેખા સ્પષ્ટ થઈ ગઈ છે. પારદર્શકતા રીતે જોઈએ તો જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી નક્કી થઈ ગઈ છે. તેવામાં રિપબ્લિકન પાર્ટીથી ટ્રમ્પે વોશિંગ્ટનમાં જીતની સાથે જરૂરી હતા તેટલા 1215 ડેલિગેટ્સનું સમર્થન પ્રાપ્ત કરી લીધું છે. એક બાજુ ડેમોક્રેટિક પાર્ટીથી બાઈડનને પણ જરૂરી 1968 ડેલિગેટ્સના મુકાબલે 3933 ડેલિગેટ્સનું સમર્થન મળી ગયું છે. આ બધાની વચ્ચે હવે ભારત અને ભારતીયો માટે એક ચિંતાની વાત સામે આવી છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયો તો ત્યાં રહેતા લગભગ 11 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ મળવું મુશ્કેલ બની જશે. આની સાથે જ ભારતને ત્યાં ટ્રેડ કરવા પર પણ કેટલાક ટેરિફ અથવા ટેક્સનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીયો અથવા અમેરિકા જવાનો પ્લાન કરી રહેલા લોકો માટે ટ્રમ્પ જીત્યો તો સારુ નહીં થાય. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કટ્ટરપંથી ધડેએ આ વખતે પ્રોજેક્ટ 2025ના નામથી એક બ્લૂ પ્રિન્ટ રેડી કરી છે. જેમાં વિઝા અને ગ્રીન કાર્ડને લઈને મોટી મોટી શરતો રજૂ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય સલાહકાર સ્ટીફન મિલર અને હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવમાં ઈમિગ્રેશનને રદ કરવાનો નિર્ણય કરવો સરળ રહેશે. આને લાગુ કરવા માટે સંસદની મંજૂરી પણ જરૂરી નહીં હોય. આની અસર અમેરિકામાં ગ્રીન કાર્ડ મળવાનો વેઈટ કરી રહેલા લગભગ 11 લાખ ભારતીયો પર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકામાં આમ જોવા જઈએ તો દુનિયાભરથી આવેલા દેશના નાગરિકો અમેરિકામાં પ્રવાસ કરી રહ્યા છે અને આ સમયે ગ્રીન કાર્ડનો વેઈટ પણ કરી રહ્યા છે. વળી જેમને અહીં સ્થાયી થવું છે તે લોકો આ સમયે વેઈટિંગ લિસ્ટમાં બેઠા છે. તેવામાં સૌથી વધુ આ યાદીમાં કોઈ દેશના લોકો હોય તો તે ભારતીયો છે. જો ટ્રમ્પ જીત્યો તો તેમનો ઈંતેજાર વધારે લાંબો થઈ શકે છે.
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઈડન ગત વર્ષ દરમિયાન જ ભારતીયોને રેકોર્ડ બ્રેક 10 લાખ વિઝા આપ્યા હતા. એમાંથી સૌથી વધુ સંખ્યા વિદ્યાર્થીઓની છે. ત્યારપછી પ્રોફેશનલ્સ કે જેઓ ત્યાં કામ કરી રહ્યા છે તેમણે અરજીઓ કરી છે. તેમની ડેમોક્રેટિક પાર્ટી ઈમિગ્રેશન પર કડક શરતો લાગૂ કરવાના પક્ષમાં છે. ટ્રમ્પ વારંવાર ભારતમાં કેટલાક અમેરિકન પ્રોડક્ટ્સ પર લગાડવામાં આવતા વધારે પડતા ટેક્સનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. ગત વર્ષે તેમે એકવાર કહ્યું હતું કે જો 2024માં તે પ્રેસિડન્ટ ઈલેક્શન જીતશે તો તે આના જવાબમાં ભારતીય પ્રોડક્ટ્સ પર પણ મોટા પ્રમાણમાં ટેક્સ લગાડી દેશે.
ઉલ્લેખનીય છે કે પોતાના પહેલા કાર્યકાળમાં ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યો હતો અને ભારત પર સારી વર્તણૂક ન કરવાનો આરોપ લગાવીને અમેરિકન માર્કેટમાં પ્રાધાન્ય આપતી જીએસપીથી પણ બહાર કરી દીધો હતો. પૂર્વ અમેરિકન પ્રેસિડન્ટે એકવાર ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક વસ્તુ જે અમે ઈચ્છીએ છીએ કે થાય તે બરાબર ટેક્સનો મુદ્દો છે. જો ભારત અમેરિકાના સામાનો પર વધારે ટેક્સ લગાવે છે તો અહીં પણ એવું જ થશે. તેમણે વધુમાં કહ્યું કે મે આ હાર્લે ડેવિડસન બાઈકના કેસમાં જોયું છે. મેં તેમને એવું કહ્યું હતું કે તમે ભારત જેવી જગ્યાએ કેવી રીતે કામ કરી શકો છો? તેમણે કહ્યુ બરાબર માહોલ નથી સર કારણ કે ભારતમાં 100 ટકા, 150 ટકા અને 200 ટકા સુધીનો ટેરિફ હોય છે.

Total Visiters :144 Total: 1474075

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *