નોવા સ્કોટિયા પ્રોવિન્સે આ વર્ષે તે માત્ર 12,900 સ્ટુડન્ટ એપ્લિકેશન પ્રોસેસ કરશે

Spread the love

કેનેડામાં હાઉસિંગ કટોકટી અને જોબની અછતના કારણે સરકારે સ્ટડી પરમિટ પર મર્યાદા મૂકવાની જાહેરાત કરી

ટોરેન્ટો

કેનેડાના કેટલાક પ્રોવિન્સ આ વર્ષથી સ્ટડી પરમિટમાં મોટો કાપ મૂકવાના છે. નોવા સ્કોટિયા પ્રોવિન્સે જાહેરાત કરી છે કે આ વર્ષે તે માત્ર 12,900 સ્ટુડન્ટની એપ્લિકેશન પ્રોસેસ કરશે. કેનેડા સરકારે વર્ષ 2024-25માં સ્ટડી પરમિટમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. તેના પગલે પ્રોવિન્સને પણ બહુ ઓછો ક્વોટા ફાળવાયો છે. આ એપ્લિકેશન્સને નોવા સ્કોટિયાની યુનિવર્સિટીઓ, પ્રાઈવેટ કરિયર કોલેજો વચ્ચે વિભાજિત કરવામાં આવશે.

કેનેડામાં હાઉસિંગ કટોકટી અને જોબની અછતના કારણે સરકારે સ્ટડી પરમિટ પર મર્યાદા મૂકવાની જાહેરાત કરી છે. ટ્રુડો સરકારે કહ્યું છે કે વર્ષ 2024માં અંડરગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે કુલ 2.92 લાખ સ્ટડી પરમિટ આપવામાં આવશે. ઈમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા દ્વારા સ્ટડી પરમિટ અરજીઓ પર નિયંત્રણ લાદવામાં આવ્યા પછી આ કેપ મૂકાઈ છે.
શરૂઆતમાં કેનેડાએ એક વર્ષમાં 3.60 લાખ સ્ટુડન્ટને પરમિટ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્યાર પછી બે વર્ષના ગાળામાં પરમિટમાં 35 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. કેનેડા પોતાની એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ ચેડા ન થાય તેને વધારે મહત્ત્વ આપે છે. કેનેડામાં માત્ર જેન્યુઈન સ્ટુડન્ટ જ ભણવા આવે તે માટે સ્ટડી પરમિટ પર લિમિટ લાદવામાં આવી છે. તેના કારણે અલગ અલગ પ્રોવિન્સ પણ ઓછી સંખ્યામાં સ્ટુડન્ટ પરમિટને પ્રોસેસ કરશે.
નોવા સ્કોટિયાએ ગયા વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થયેલા એકેડેમિક વર્ષમાં 19,000 એપ્લિકેશનને પ્રોસેસ કરી હતી. જોકે, કોઈ પમ પ્રોવિન્સને જે અરજીઓ મળે તેને તે વિસ્તારમાં સ્ટુડન્ટની સંખ્યા સાથે કોઈ સંબંધ નથી હોતો. કેનેડા સરકારમાં સ્ટડી પરમિટ માટે જે અરજીઓ કરવામાં આવે તેમાં સફળતાનો રેશિયો 60 ટકા જેટલો હોય છે.
કેનેડિયન ઓથોરિટીએ જણાવ્યું કે અગાઉના વર્ષોમાં કોઈ પણ સ્કૂલ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની ગમે તેટલી અરજીઓ ફેડરલ ગવર્નમેન્ટ પાસે મોકલી શકતી હતી. કેટલીક વખત તેમાં સફળ થવાનો રેશિયો ઘણો ઉંચો હોય છે જ્યારે કેટલીક વખત ઘણી અરજીઓ રિજેક્ટ થાય છે. આ વખતે કેનેડાની કેન્દ્ર સરકાર દ્વારા એસાઈન કરવામાં આવ્યા મુજબ અલગ અલગ પ્રોવિન્સ અરજીઓને પ્રોસેસ કરશે. તેમાં નોવા સ્કોટિયાએ સૌથી નીચો આંકડો રાખ્યો છે.
કેનેડાએ આખા વર્ષ માટે 3.60 લાખ પરમિટનો ટાર્ગેટ રાખ્યો હતો હવે તેને પણ ઘટાડીને 2.90 લાખ કરી દીધો છે. ઘણા એક્સપર્ટ માને છે કે વિદેશી સ્ટુડન્ટની સંખ્યા ઘટવાથી કેનેડાને નુકસાન જશે. કેનેડિયન યુનિવર્સિટીઓ અને કોલેજો ડાઈવર્સિટીના આધાર પર વિખ્યાત છે અને તેને કોઈ અસર થાય તો પ્રતિષ્ઠા ઘટશે.

Total Visiters :123 Total: 1473965

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *