વધુ બે રાજકીય પક્ષો આઈટીની રડાર પર, નોટિસની તૈયારી

Spread the love

તમિલનાડુ- આંધ્રના બે પ્રાદેશિક પક્ષોને લગતો મામલો છે, સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો આરોપ

નવી દિલ્હી

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આવકવેરા વિભાગે તેના તમામ બેંક ખાતા સીઝ કરી દીધા છે અને કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે તે હવે ચૂંટણી પ્રચાર માટે પૈસાની ગંભીર અછતનો સામનો કરી રહી છે. પાર્ટીને આવકવેરા રિટર્ન ન ભરવા બદલ રૂ. 3567 કરોડની નોટિસ ફટકારાઈ હતી. દરમિયાન કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષો આવકવેરા વિભાગ(આઈટી) ના રડાર પર છે. આઈટી વિભાગ તેમને ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. સહકારી બેંકોમાં જમા કરાયેલા 380 કરોડ રૂપિયા અંગે આ બંને પક્ષો સામે તપાસ ચાલી રહી છે.

અહેવાલ મુજબ, આ મામલો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષોને લગતો છે. તેમના પર નાણાકીય વર્ષ 2020-21 અને 2022 દરમિયાન સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો અને તેમના ટેક્સ રિટર્ન ભરવાનો આરોપ છે. આવકવેરા વિભાગે આ બંને પક્ષો સામે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ મામલે નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને પક્ષો દ્વારા સહકારી બેંકોમાં જમા કરવામાં આવેલી રકમમાં કેટલીક અનિયમિતતાઓ મળી આવી છે. તેથી તેની તપાસ કરવામાં આવી રહી છે.” આઈટી વિભાગ અગાઉના વર્ષોમાં આ બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા વ્યવહારોની પણ તપાસ કરી રહ્યું છે. આ બંને પક્ષોના નામ જાહેર થઈ શક્યા નથી પરંતુ એવું ચોક્કસ જાણવા મળ્યું છે કે આ પક્ષો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલા છે.

Total Visiters :106 Total: 1476440

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *