43મી ગુજરાત રાજ્ય શોટગન શૂટિંગ સ્પર્ધા-2024 નો ઇનામ વિતરણ સમારોહ આજે આમસરન રાઇફલ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સ એકેડેમી રેન્જ, (ARASA) મેશ્વો બ્રિજ પાસે, આમસરણ, ગુજરાત 387130 ખાતે ડબલ ટ્રેપ ઇવેન્ટ શોટગન માટે યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી શૂટરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. .
મુખ્ય મહેમાન ઘનશ્યામજી વ્યાસ , વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન અને હાજર રહેલા તમામ મહાનુભાવોએ મેડલ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા અને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું, અને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા હતા.
Total Visiters :153 Total: 1473933