આયૂષે બે ટાઇટલ જીત્યા, ફિલઝાહ વિમેન્સ ફાઇનલમાં ક્રિત્વિકા સામે ટકરાશે

Spread the love

ગાંધીધામ

માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શનિવારે સુરતના આયૂષ તન્નાએ બેવડી સિદ્ધિ હાંસલ કરીને બે ટાઇટલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટ ભાવનગરમાં બીજીથી પાંચમી મે દરમિયાન એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર ખાતે યોજાયેલી છે.
બીજા ક્રમના આયૂષ તન્નાએ પાંચમા ક્રમના જન્મેજય પટેલ (અરવલ્લી)ને 4-1થી હરાવીને અંડર-19 બોયઝ ટાઇટલ જીત્યું હતું જ્યારે મોખરાના ક્રમના અરમાનો શેખ ત્રીજા ક્રમે રહ્યો હતો જેણે ત્રીજા ક્રમના હિમાંશ દહિયા સામે 3-0થી વિજય હાંસલ કર્યો હતો.
બોયઝ અંડર-17ની ફાઇનલમાં બીજા ક્રમના આયૂષે મોખરાના ક્રમના જન્મેજયને દિવસમાં બીજી વાર હરાવ્યો હતો અને તેનું પરિણામ પણ અગાઉની ફાઇનલની માફક રહ્યું હતું.  17 વર્ષના સુરતી ખેલાડીએ અરવલ્લીના ખેલાડીને 3-1થી હરાવીને ટ્રોફી જીતી હતી. ચોથા ક્રમના હિમાંશ દહિયાએ ત્રીજા ક્રમના અભિલાક્ષ પટેલને 3-1થી હરાવીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.
વિમેન્સ ફાઇનલમાં સુરતની બિનક્રમાંકિત ક્રિત્વિકા સિંહા રોય સુરતની જ દસમા ક્રમની ફિલઝાહ કાદરી સામે રમશે. સેમિફાઇનલમાં ભારતની ભૂતપૂર્વ ખેલાડી ક્રિત્વિકાએ આઠમા ક્રમની અર્ની પરમારને 4-0થી હરાવી હતી જ્યારે 20 વર્ષીય ફિલઝાહે અપસેટ સર્જીને ત્રીજા ક્રમની ઓઇશિકી જોઆરદાર (અમદાવાદ)ને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પોતાની વિજયકૂચ આગળ ધપાવતાં વડોદરાના 14મા ક્રમના પ્રથમ માદલાણીએ બીજા ક્રમના સોહમ ભટ્ટાચાર્ય (અમદાવાદ)ને 4-1થી હરાવીને મેન્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો  જે હવે અમદાવાદના ચોથા ક્રમના ચિત્રાક્ષ ભટ્ટ સામે ફાઇનલમાં રમશે. ચિત્રાક્ષે અક્ષિત સાવલાને 4-3થી રોમાંચક ઢબે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

કેટલાક પરિણામોઃ
અંડર-19 બોયઝ ફાઇનલઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-3,11-8,11-7,8-11,7-11,11-9
ત્રીજો/ચોથો ક્રમઃ અરમાન શેખ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા  11-3,11-8,11-7
અંડર-17 બોયઝ ફાઇનલઃ આયૂષ તન્ના જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-8,11-9,10-12,11-1
ત્રીજો/ચોથો ક્રમઃ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-5,11-9,6-11,13-11
વિમેન્સ સેમિફાઇનલઃ ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-6,17-15,11-5,11-9; ફિલઝાહ કાદરી જીત્યા વિરુદ્ધ ઓઇશિકી જોઆરદાર 11-5,16-14,11-7,11-2
મેન્સ સેમિફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અક્ષિત સાવલા 5-11,11-6,14-12,4-11,11-8,10-12,11-6; પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ સોહમ ભટ્ટાચાર્ય 11-8,11-8,11-9,6-11,11-8. 

Total Visiters :609 Total: 1473849

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *