ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશન સભ્ય કનુભાઇ પટેલ કરેલ આત્મહત્યા સંદર્ભે ન્યાયની માગણી

Spread the love

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સભ્ય કનુભાઇ પટેલે તા.15-06-2024ના રોજ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરેલ છે. કનુભાઇ છેલ્લા 35 વર્ષ જેટલા લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગમાં કોન્ટ્રાકટના કામો કરતા હતા. તેમના ભાઇના કહેવા પ્રમાણે થયેલ FIR મળેલ સુસાઇડનોટ અનુસાર કનુભાઇએ કરેલ જુદા-જુદા કામો હેઠળ અંદાજે 472 લાખ જેવી મોટી રકમ નું પેમેન્ટ ન થતા આ માતબર રકમ રોકોઇ રહેલ હતી. જેમાં કપડવંજ પેટા વિભાગના એક રોડના કામનો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેમાં 225 લાખ જેટલી રકમ છેલ્લા 12 માસ કરતા વધુ સમયથી રોકાયેલ જે અંગે અવાર-નવાર વ્યાજબી રજુઆત કરવા છતા પણ કપડવંજ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ સુપરવાઇઝર દ્ધારા ઉચી ટકાવારી માગણી કરી કામ ચાલુ હોવા છતાં બીનજરૂરી ખોટી નોટીસ આપીને માનસિક ત્રાસ આપી અટકાવેલ હતી. હકના રોકાઇ રહેલ નાણા છુટા ન થતા કામ પ્રત્યે તેઓ સંવેદનશીલ હોય કામ પુરુ કરવા માટે તેમણે વ્યાજ પરના નાણા લઇને માલ સામાન તેમજ મજુરીના પૈસા ચૂકવતા હતા. તેઓ નાજુક અને અસહાય પરિસ્થિતિનો સામનો લાંબા સમયથી કરી રહ્યા હતા. આ સ્થિતિનું સરકારના અધિકારી-કર્મચારીના નિષ્ઠુર અને અમાનવીય વર્તન ના કારણે નિર્માણ થયેલ અને તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા. આવી કલંકરૂપ દુર ઘટના અંગે ગંભીર આક્રોસ તમામ કોન્ટ્રાકટર ભાઇઓમાં છે જે દરેક જીલ્લાના કોન્ટ્રાકટર એસોસીએશન દ્વારા જે તે જીલ્લાના કલેક્ટર તેમજ કાર્યપાલક ઇજનેર ને આવેદનપત્ર આપી જાહેર કરેલ છે.

કોન્ટ્રાકટર ભાઈને એટલી હદ કનડગત કરી માનસિક તાત્ર આપી આત્મહત્યા કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરનાર જવાબદાર વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવેલ નથી તે તેમના ફરજ મોકૂફના હુકમો પણ હજુ સુધી કરવામાં આવેલ નથી. સામે જરૂરી કડક પગલા લેવા સદરહુ બાબતે ભીનુ ના સંકેલવા તે જોવા વિનંતી તેમજ કનુભાઇએ કરેલ કામના વ્યાજબી ચુકવણા, તેમના નિસહાય કુટુંબને તાત્કાલિક મળે, અને શક્ય તેટલી નાણાકીય સહાય કરવા સરકાર સમક્ષ માગણી કરાઈ છે.

Total Visiters :112 Total: 903654

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *