ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક્સ રિસાઈકલિંગ એન્ડ  સસ્ટેનેબિલિટી (જીસીપીઆરએસ) 4-7 જુલાઈએ ભારત મંડપમ, પ્રગતિ મેદાન, દિલ્હીમાં યોજાશે

Spread the love

ભારત સરકારનાં વિવિધ મંત્રાલયોનો ટેકોઃ દેશવિદેશથી નિષ્ણાતો ભાગ લેશે

જીસીપીઆરએસ પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, રિસાઈકલિંગ અને સસ્ટેનેબિલિટીને લગતી સમસ્યાઓને પહોંચી વળશે

પ્લાસ્ટિક રિસાઈકલિંગ ઉદ્યોગ 2033 સુધી 6.9 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા

નવી દિલ્હી 

 ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (એઆઈપીએમએ) અને કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એસોસિયેશન (સીપીએમએ) દ્વારા આયોજિત ધ ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક્સ રિસાઈકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટી (જીસીપીઆરએસ) નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બારત મંડપમ ખાતે 4-7 જુલાઈ, 2024ના રોજ યોજાશે. આ કોન્ક્લેવ પ્લાસ્ટિકના ઉપયોગ અને પ્લાસ્ટિક રિસાઈકલિંગ ઉદ્યોગને લગતી ગંભીર સમસ્યાઓને મોટે ભાગે પહોંચી વળશે, જે ઉદ્યોગ 2033 સુધી 6.9 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે.

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયનો રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો વાણિજ્ય વિભાગ, હાઉસિંગ અને શહેરી બાબતોનું મંત્રાલય, એમએસએમઈ મંત્રાલય, સ્વચ્છ ભારત અભિયાન અને વિવિધ અન્ય મંત્રાલય દ્વારા જીસીપીઆરએસને ટેકો આપવામાં આવ્યો છે, જે ભારતના સક્ષમ વિકાસ એજન્ડામાં તેના મહત્ત્વને આલેખિત કરે છે.

જીસીપીઆરએસ પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, રિસાઈકલિંગ અને સસ્ટેનેબિલિટીમાં વધતી ચિંતાઓને પહોંચી વળવા માટે ચર્ચા કરવા દેશવિદેશના નિષ્ણાતોને એકત્ર લાવશે. ખાસ કરીને વધુ સક્ષમ ભવિષ્ય પ્રેરિત કરી શકે તેવા પર્યાવરણ પર પ્લાસ્ટિકની અસર અને નાવીન્યપૂર્ણ સમાધાન વિશે પણ ચર્ચા કરશે.

આ કોન્ક્લેવનું આયોજન મજબૂત સરકારી પહેલો અને આશરે 60 ટકાના મજબૂત વિધિસર ક્ષેત્રના રિસાઈકલિંગ દરથી પ્રેરિત 2033 સુધી 6.8 અબજ ડોલરે ભારતનો પ્લાસ્ટિક રિસાઈકલિંગ ઉદ્યોગ પહોંચી રહ્યો છે તેવા મહત્ત્વપૂર્ણ સમયે થઈ રહ્યું છે. ચર્ચાના મુખ્ય વિષયોમાં પ્લાસ્ટિક્સની પર્યાવરણ પર અસર અને સક્ષમતા બહેતર બનાવવા નાવીન્યપૂર્ણ સમાધાન તેમ જ પ્રગતિશીલ રિસાઈકલિંગ ટેકનોલોજીનો સમાવેશ પણ રહેશે. તેનાથી રિસાઈકલિંગ સેગમેન્ટમાં વેપારો તકો ઊભી થઈને પ્રદર્શનકારીઓ દ્વારા પૂરા પાડવામાં આવનારા સમાધાન આલેખિત થશે.

એઆઈપીએમએની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન શ્રી અરવિંદ મહેતા અને જીસીપીઆરએસ 2024ના ચેરમેન શ્રી હિતેન ભેદા અને શ્રી મનીષ દેઢિયા, એઆઈપીએમએના પ્રમુખ, સુધારિત કલેકશન, વિઘટન અને રિસાઈકલિંગ વ્યવહારો થતી પ્લાસ્ટિક કચરાની નાબૂદી પર ઈવેન્ટની એકાગ્રતા પર ભાર આપ્યો હતો. આ કોન્ક્લેવ વેલ્યુ ચેઈનમાં રિસાઈકલેબિલિટી માટે મેકેનિકલ, કેમિકલ અને ડિઝાઈન ઈનોવેશન્સ અને સંસાધન કાર્યક્ષમતા તેમ જ જોડાણો પ્રમોટ કરવામાં ડોકિયું કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતના શૂન્ય કચરો લક્ષ્ય સાથે જીસીપીઆરએસ બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ અને કાર્યક્ષમ કચરો વ્યવસ્થાપન સમાધાન જેવા નાવીન્યપૂર્ણ રિસાઈકલિંગ ટેકનોલોજીઝ, સક્ષમ વિકલ્પો આલેખિત કરશે. ઈવેન્ટ ઉદ્યોગના આગેવાનો, સ્ટાર્ટ-અપ્સ અને પર્યાવરણીય નિષ્ણાતોને તેમની પ્લાસ્ટિક્સ ઉદ્યોગમાં પ્રગતિ દર્શાવવા અને સક્ષમતા હાંસલ કરવા ઈનસાઈટ્સ આદાનપ્રદાન કરવા માટે મંચ તરીકે કામ કરશે. પ્રદર્શન ઉદ્યોગના આગેવાનો, ઈનોવેટર્સ, નીતિના ઘડવૈયાઓ અને પર્યાવરણ નિષ્ણાતો સહિત હિસ્સાધારકોના વિવિધ જૂથનો એકત્ર લાવશે. તેનાથી વેપારોને નેટવર્કિંગ કરવા, જોડાણો રચવા અને ઊભરતા ઉદ્યોગમાં પ્રવાહમાં ઈનસાઈટ્સ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મોકો મળશે, એમ શ્રી અરવિંદ મહેતાએ જણાવ્યું હતું.

પ્રદર્શન ઉપરાંત કોન્ક્લેવમાં 4 જુલાઈએ સીઈઓ રાઉન્ડટેબલ રહેશે, જેને વિષય પરના વૈશ્વિક નિષ્ણાતો સંબોધિત કરશે. 5-6 જુલાઈએ સક્ષમતા ફોરમના ઉપક્રમે પ્લાસ્ટિક કચરો, રિસાઈકલિંગ અને સક્ષમતાની ઈકોસિસ્ટમ સંબંધી વિવિધ મુદ્દાઓ પર ડોમેન્સ નિષ્ણાતો સાથે ચર્ચા થશે. ઓટોમોબાઈલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉદ્યોગોમાં રિસાઈકલ કરાયેલા પ્લાસ્ટિક્સનું ભવિષ્ય આ ચર્ચામાં સ્થાન મેળવશે, એમ શ્રી હિતેન ભેદાએ જણાવ્યું હતું.

શ્રી અરવિંદ ડી મહેતા અરવિંદ મહેતા ટેકનોલોજી એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર (એએમટીઈસી)ના ચેરમેન પણ છે. તેમણે જણાવ્યું હતું કે અમે રિસાઈકલિંગ સહિત ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી પ્લાસ્ટિક વેલ્યુ ચેઈન માટે ઉચ્ચ કુશળ અને પ્રતિભાશાળી વ્યાવસાયિકો પણ નિર્માણ કરી રહ્યા છીએ. એએમટીઈસીની સ્થાપના પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્તમ કુશળ માનવબળ પૂરું પાડવા માટે કરવામાં આવી હતી. આ કેન્દ્ર રિસાઈલિંગ અને સસ્ટેનેબિલિટી માટે સ્કિલિંગ રજૂ કરવામાં સંકળાયેલી છે.

ઉદ્યોગના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રદર્શન ભારતભરમાંથી પ્લાસ્ટિક રિસાઈકલરો, મશીનરી ઉત્પાદકો, કચરો સમાધાન પ્રદાતાઓ, રિસાઈકલ ટ્રેડરો, બાયો- પોલીમર અને કમ્પોસ્ટેબલ નિર્માતાઓ, કાચા માલના પુરવઠાદારો, ઈનોવેટિવ સ્ટાર્ટ-અપ્સ અને ટેસ્ટિંગ તથા સ્ટાન્ડર્ડાઈઝેશનમાં નિષ્ણાતોને આકર્ષશે. જીસીઆરપીએસ વિવિધ ક્ષેત્રમાં પથદર્શક ટેકનોલોજીઓ અપનાવવા માટે માર્ગ મોકળો કરી આપતા સક્ષમ વ્યવહારો અને નિયામક અમલબજાવણી પ્રત્યે ભારત સરકારની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.

મહત્ત્વપૂર્ણ લિંક્સ (રજિસ્ટ્રેશન અને સહભાગ): જીસીપીઆરએસ વેબ: https://gcprs.org/       

Total Visiters :120 Total: 925012

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *