આત્મહત્યા કરનારા કનુભાઈના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની સાથે ઊભા રહેવા કોન્ટ્રાક્ટર્સ એસો.ની ખાતરી

Spread the love

ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશનએ સ્વ. કનુભાઇ પટેલના પરિવારને ન્યાય અપાવવા સંદર્ભે મુખ્યમંત્રી તથા ગૃહ 

રાજ્ય મંત્રીને આવેદનપત્ર આપ્યું

અમદાવાદ

 ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સ્વ. કનુભાઇ પટેલે સરકારના અધિકારી-કર્મચારીના નિષ્ઠુર અને અમાનવીય વર્તનના કારણે નિર્માણ થયેલી આર્થિક તંગીની પરિસ્થિતિના કારણે તા.15-06-2024ના રોજ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી હતી, જે સંદર્ભે તેમના પરિવાર જનોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના અંદાજે 500 જેટલી મોટી સંખ્યામાં કોન્ટ્રાકટર્સ હાજર રહ્યા હતાં. આ શ્રદ્ધાંજલિસભા પૂર્ણ થયા બાદ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના કોન્ટ્રાકટર્સ અને સ્વ.કનુભાઇ પટેલના પરિવારજનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર આપી પિડીત પરિવારને ન્યાય અપાવવા તેમજ કસુરવાર અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાં માંગણી કરી હતી.

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમારા કોન્ટ્રાકટરભાઈ સ્વ.કનુભાઇ પટેલને સરકારના નિષ્ઠુર અધિકારીઓ અને કર્મચારી દ્વારા એટલી હદે કનડગત કરવામાં આવી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો તેમજ બીનજરૂરી ખોટી નોટીસ આપીને માનસિક ત્રાસ આપી તેમજ તેઓએ પૂર્ણ કરેલા કાર્યના લેવાના નીકળતા હકના નાણા છુટા ન થતા તેઓને આત્મહત્યા કરવી પડી હતી જે ખૂબજ દુખદ બાબત છે. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના તમામ સભ્યો જ્યાં સુધી કસુરવાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય અને પરિવારને યોગ્ય ન્યાય ન મળી રહે ત્યાં સુધી સ્વ.  કનુભાઇ પટેલના પરિવારજનો સાથે ઉભા રહેશે.

Total Visiters :197 Total: 942746

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *