બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ એનએફઓએ રૂ. 1370 કરોડ એકત્રિત કર્યા

Spread the love

મુંબઈ

 બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ અંતર્ગત દેશભરના રોકાણકારો પાસેથી રૂ. 1370* કરોડ એકત્ર કરવા સાથે તેને સફળતાપૂર્વક બંધ કરવાની જાહેરાત કરી છે. રોકાણકારો તરફથી મળેલો પ્રતિસાદ ભારતની વૃદ્ધિ ગાથામાં સહભાગી થવા માટે રોકાણકારોની મજબૂત ઈચ્છા શક્તિ દર્શાવે છે. આ એનએફઓ 10 જૂન, 2024ના રોજ ખુલીને 24 જૂન, 2024ના રોજ બંધ થયો હતો. નવા સબ્સ્ક્રિપ્શન્સ માટે 3 જુલાઈ, 2024થી તેને ફરીથી ખોલવામાં આવ્યો છે.

બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ રોકાણકારોને ભારતના વિકસતા ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિની સંભાવનાનો લાભ ઉઠાવવાની તક પૂરી પાડવા માગે છે. ફંડનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકારની પહેલોથી લાભ મેળવવા માટે તૈયાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં કેન્દ્રિત રોકાણ ઓફર કરવાનો છે.

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું કે, “બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડને મળેલો મજબૂત પ્રતિસાદ ભારતની વૃદ્ધિ વાર્તામાં રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.” ફંડને સમગ્ર ભારતમાં લગભગ 50,000 રોકાણકારો પાસેથી સબ્સ્ક્રિપ્શન્સ પ્રાપ્ત થયા છે. 8100 પિન કોડના રોકાણકારો આ ન્યુ ફંડ ઓફર સાથે બરોડા બીએનપી પરિબા પરિવાર સાથે જોડાયા છે.”

બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ ઉત્પાદન ક્ષેત્રે મુખ્ય કેન્દ્ર બનવા તરફની ભારતની યાત્રામાં રોકાણકારોની સહભાગિતાને સરળ બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તેના વ્યૂહાત્મક ધ્યાન અને તેની મેનેજમેન્ટ ટીમની નિપુણતા સાથે, ફંડનો ઉદ્દેશ્ય તેના રોકાણકારોને લાંબા ગાળે સ્થાયી વૃદ્ધિ અને વળતર આપવાનો છે.

બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ અને તેમાં કેવી રીતે રોકાણ કરવું તેના વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો અથવા તમારા નજીકના બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ વિતરકનો સંપર્ક કરો.

*એનએફઓ કલેક્શન્સ : 28 જૂન 2024 મુજબ 1370.37, આંતરિક સ્ત્રોત.

Total Visiters :167 Total: 1104692

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *